સ્પોર્ટ્સ ન્યૂઝ: પાકિસ્તાને અફઘાનિસ્તાનને એશિયા કપમાં સુપર- 4ની રોમાંચક મેચમાં એક વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાને પાકિસ્તાનને જીત માટે 130 રનનો પડકાર આપ્યો હતો જેને તેને 20મી ઓવરના બીજા બોલ પર મેળવી લીધો હતો. પાકિસ્તાનની ટીમની જીતના હીરો નસીમ શાહ રહ્યા હતા જેને સતત બે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.
Advertisement
Advertisement
બે બોલમાં જ મેચ પલટી નાખી
જ્યારે ફઝલ હક ફારૂકી મેચની અંતિમ ઓવર લઇને આવ્યો હતો ત્યારે પાકિસ્તાનને 11 રન બનાવવાના હતા અને તેની માત્ર એક વિકેટ બાકી હતી. એવામાં પાકિસ્તાનની હાર લગભગ નક્કી હતી પરંતુ અફઘાની ફેન્સને શું ખબર હતી કે નસીમ શાહ બોલનું પરિણામ પલટવાનો છે. નસીમે પ્રથમ બોલને સાઇટ સ્ક્રીનની દિશામાં છ રન માટે મોકલ્યો હતો, પછી બીજા બોલને લોન્ગ ઓફ ઉપરથી છ રન માટે મોકલી દીધો હતો.
ભારતનું ખિતાબ જીતવાનું સ્વપ્ન તૂટ્યુ
પાકિસ્તાનની જીત સાથે જ ટીમ ઇન્ડિયા એશિયા કપ 2022ની ફાઇનલમાં પહોચવાનું સ્વપ્ન તૂટી ગયુ છે. હવે 11 સપ્ટેમ્બરે રમાનાર ફાઇનલ મુકાબલો પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે થશે. ભારતીય ટીમ હવે 8 સપ્ટેમ્બરે દૂબઇમાં રમાનાર સુપર-4ની પોતાની અંતિમ મેચમાં અફઘાનિસ્તાનને હરાવી દે તો પણ બે અંક સુધી જ પહોચી શકશે. પોઇન્ટ મામલે ભારત હવે પાકિસ્તાન અને શ્રીલંકાને કોઇ પણ હાલતમાં પછાડી શકતુ નથી.
અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ નિરાશ કર્યા
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને છ વિકેટે 129 રન બનાવ્યા હતા. ઇબ્રાહિમ જદરાને સૌથી વધુ 35 રન બનાવ્યા હતા જ્યારે હજરતુલ્લાહ જજઇએ 21 અને રાશિદ ખાને અણનમ 18 રન બનાવ્યા હતા. હારિસ રઉફે પાકિસ્તાન તરફથી સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. નસીમ શાહ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાઝ અને શાદાબ ખાનને એક વિકેટ મળી હતી.
પાકિસ્તાનની બેટિંગની વાત કરીએ તો ટીમ માટે શાદાબ ખાને 36 અને ઇફ્તિખાર અહમદે 30 રનનું યોગદાન આપ્યુ હતુ. આસિફ અલીએ બે સિક્સરની મદદથી 18 અને નસીમ શાહે અણનમ 14 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ફરીદ મલિક અને ફઝલ હક ફારૂકીએ 3-3 વિકેટ ઝડપી હતી.
Advertisement