બૉલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન લાંબા સમયથી સિલ્વર સ્ક્રિનથી ગાયબ છે. હવે તે કેટલીક ફિલ્મ સાથે ધમાકો કરવા માટે તૈયાર છે. શાહરૂખ ખાન ફિલ્મમાં એક્ટિંગની સાથે પ્રોડક્શન કંપની પણ ચલાવે છે. હવે તેની કંપની એક એવી આઇકૉનિક ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે, જેનું નામ સાંભળીને ફેન્સ ખુશીથી ઝુમી ઉઠશે.
Advertisement
Advertisement
ગોવિંદાની ફિલ્મની રીમેક બનાવશે શાહરૂખ
શાહરૂખ ખાન પણ હવે રીમેક ટ્રેડનો ભાગ બનવા માટે તૈયાર છે. શાહરૂખ ખાનની પ્રોડક્શન કંપનીએ 1998ની આઇકૉનિક કૉમેડી ફિલ્મ દૂલ્હે રાજાના રાઇટ્સ ખરીદી લીધા છે. શાહરૂખ ખાન 90sની બ્લૉકબસ્ટર ફિલ્મ દૂલ્હે રાજાની રીમેક બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે, જેની માટે શાહરૂખ ખાને ગોવિંદા અને રવીના ટંડન સ્ટારર ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે દૂલ્હે રાજાની રીમેકને ફરહાદ સામજી બનાવશે, તેમણે દૂલ્હે રાજાની રીમેકની સ્ક્રિપ્ટ પર કામ કરવાનું પણ શરૂ કરી દીધુ છે. જોકે, ફિલ્મ દૂલ્હે રાજામાં કોણ કોણ સ્ટાર્સ કામ કરશે, તેના વિશે હજુ પણ કોઇ જાણકારી સામે આવી નથી.
આઇકૉનિક ફિલ્મ દૂલ્હે રાજાની વાત કરીએ તો તેમાં ગોવિંદા અને રવીના ટંડન સિવાય કાદર ખાન, પ્રેમ ચોપરા, જોની લીવર સહિત કેટલાક સ્ટાર્સ સામેલ હતા. ફિલ્મ અને તેના ગાયકને દર્શકોનો પ્રેમ મળ્યો હતો. દૂલ્હે રાજા આજે પણ ફેન્સની ફેવરિટ મૂવીમાંથી એક છે.
શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ
શાહરૂખ ખાનની વાત કરવામાં આવે તો તે અપકમિંગ ફિલ્મ જવાનની શૂટિંગમાં વ્યસ્ત છે. શાહરૂખ ખાન સલમાનની ટાઇગર 3માં પણ કેમિયો કરતો જોવા મળશે. આ સિવાય 2023નો પ્રારંભ શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મથી થવાનો છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ લીડ રોલમાં છે. આ સિવાય શાહરૂખ ખાન પાસે Dunki પણ છે.
Advertisement