વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલમાં રમાઈ રહી છે. ઓવલ મેદાનમાં આજે ચોથા દિવસે લંચ સુધીમાં ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં છ વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા છે. એલેક્સ કેરી 41 અને મિચેલ સ્ટાર્ક 11 રન બનાવીને ક્રિઝ પર છે.
Advertisement
Advertisement
ઓસ્ટ્રેલિયાની કુલ સરસાઈ વધીને 374 રન થઈ ગઈ છે. હવે ભારત માટે મુશ્કેલી વધી રહી છે. ટીમ ઈન્ડિયા બાકીની વિકેટો વહેલી તકે લઈને પોતાના માટે 400થી નીચેના લક્ષ્યને જાળવી રાખવાનો પ્રયાસ કરશે. 400થી વધુનો વિજય લક્ષ્યાંક અપાય તો તે હાંસલ કરવો ભારત માટે ઘણો મુશ્કેલ બની જશે. અત્યાર સુધી ઓવલ મેદાન પર 300 કે તેથી વધુ રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવામાં આવ્યો નથી.
અગાઉ ઓસિના પ્રથમ દાવમાં 469 રન સામે ભારતે પ્રથમ દાવમાં 296 રન નોંધાવતા ઓસિને 173 રનની સરસાઈ મળી હતી. ત્રીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ તેના બીજા દાવમાં ચાર વિકેટ ગુમાવીને 123 રન નોંધાવ્યા હતા. આમ ઓસ્ટ્રેલિયાની કુલ લીડ 296 રન થઈ હતી. માર્નસ લાબુશેન 126 બોલમાં 41 રન બનાવીને આઉટ થયો હતો. ઉમેશ યાદવની બોલિંગમાં ચેતેશ્વર પૂજારાના હાથે તે કેચઆઉટ થયો હતો.
તે પછી એલેક્સ કેરી સાથે કેમરોન ગ્રીન જોડાયો હતો. કેમરૂન ગ્રીન 95 બોલમાં 25 રન બનાવીને આઉટ થતાં ઓસ્ટ્રેલિયાની છઠ્ઠી વિકેટ 167 રનના સ્કોર પર પડી હતી. રવિન્દ્ર જાડેજાએ તેને બોલ્ડ કર્યો હતો. તે પછી એલેક્સ કેરી સાથે મિચેલ સ્ટાર્ક જોડાયો હતો અને બન્નેએ સારી ભાગીદારી નોંધાવી છે અને તેમની ટીમને મજબૂત સ્થિતિમાં લઈ જઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 70 ઓવર બાદ છ વિકેટે 201 રન થયો છે.
Advertisement