ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રજીસ્ટ્રેશન ધરાવતા વેપારીઓની દરેક હરકત પર સરકાર દ્વારા અદ્વેત નામનું સોફ્ટવેર નજર રાખશે. આ સોફ્ટવેરની મદદથી જીએસટી નંબર દ્વારા દરેક વેપારીના આર્થિક વ્યવહારો પર નજર રાખી શકાશે. આ સોફ્ટવેરને એડવાન્સ એનાલિટિક્સ ઇન્ડાયરેક્ટ ટેક્સેશન તરીકે પણ ઓળખવામાં આવે છે.
Advertisement
Advertisement
જાણકારોના મતે અદ્વેત સોફ્ટવેરની મદદથી કોઈપણ વેપારીને 360 ડિગ્રીએ તેનો પ્રોફાઈલ જાણી શકાય છે. તેના બેંક એકાઉન્ટ, તેના દરેક સોદાની વિગત, તેનું બિલિંગ જેવી તમામ વિગતો આમાં કેપ્ચર કરવામાં આવે છે. આના દ્વારા દરેક ડેટાની વેપારી અને સરકાર વચ્ચે આપલે પણ થઈ શકે છે. આ સોફ્ટવેર ઈન્કમટેક્સ, મિનિસ્ટ્રો ઑફ કોર્પોરેટ અફેર્સ સાથે પણ સીધું જોડાણ ધરાવે છે. તે દરેક બેંક એકાઉન્ટ અને લાગતા વળગતા વિભાગો સાથે સીધું કનેક્શન ધરાવતું હોવાથી દરેક વેપારીને તમામ હરકતોને સ્કેન કરી શકે છે.
જીએસટી રજીસ્ટર્ડ વેપારી દ્વારા એક્સપોર્ટ કરવામાં આવશે તો તેનો ડેટા પણ આ સોફ્ટવેર પકડી શકે છે. તેની બિલ ઓફ એન્ટ્રી, શિપિંગ, બિલની વિગતો, વેપાર ઉદ્યોગમાં થતી તમામ ગતિવિધીઓને આ સોફ્ટવેર ટ્રેક કરી શકે છે.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ સોફ્ટવેરથી સરકારી વિભાગો દ્વારા વેપારીઓની સીધી દખલગીરી થતી હતી તે બંધ થશે. બીજું જે લોકો ખોટું કરે છે તેમને નિયંત્રિત કરવામાં આ સોફ્ટવેર વધુ ઉપયોગી થશે.
Advertisement