આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ ટીમમાં જોડાયેલા અને બેટિંગથી સારું પરફોર્મન્સ કરનાર ક્રિકેટર શુભમન ગિલ ક્રિકેટની સાથે ફિલ્મોમાં પણ જોવા મળશે. સ્પાઇડર મેનની એનિમેટેડ ફિલ્મમાં શુભમન ગિલ સ્પાઇડર મેનને પોતાનો અવાજ આપશે એટલે શુભમન ગિલ ભારતમાં ‘સ્પાઇડર મેન‘નો અવાજ સાંભળી શકાશે. શુભમન ગિલ એવો પહેલો ક્રિકેટર છે જે એખ હોલીવૂડ ફ્રેન્ચાઇઝીમાં પોતાનો અવાજ આપશે. સ્પાઇડરમેન એક્રોસધ સ્પાઇડરવર્સ ઇન્ડિયામાં ગુજરાતી, હિન્દી, તમિલ, તેલુગુ, કન્ન્ડ, મલયાલમ, મરાઠી, પંજાબી અને બંગાળી એમ ૧૦ ભાષામાં રિલિઝ થવાની છે. પંજાબી અને હિન્દી ભાષામાં શુભમન ગિલનો અવાજ સાંભળી શકાશે અને તેનું પણ ડબિંગ થઇ ગયું છે. સ્પાઇડર મેન ૨ જૂને ઇન્ડિયાના સિનેમાઘરોમાં રિલિઝ થશે. શુભમન ગિલ માટે ૨૦૨૩નું વર્ષ કરિયર માટે બેસ્ટ સાબિત થયું હતું. હાલમાં ચાલી રહેલી આઇપીએલમાં પણ તેનું ફોર્મ ટોપમાં છે. આ સિઝનમાં ૧૧ મેચમાં ૧૪૩.૪૨ની સ્ટ્રાઇક રેટથી ૪૬૯ રન બનાવ્યા છે જેમાં ૪૯ બાઉન્ડરી અને ૧૩ સિક્સરનો સમાવેશ થાય છે. ગઇકાલની મેચમાં ગુજરાત ટાઇટન્સ અને લખનઉ વચ્ચેની મેચમાં શુભમન ગિલે અણનમ ૯૪ રન કર્યા હતા અને ગુજરાત ટાઇટન્સે મેચ પણ જીતી હતી. શુભમન ગિલ ભારતીય ક્રિકેટમાં ભવિષ્ય ગણવામાં આવે છે અને યંગ ક્રિકેટર્સમાં આગવી લોકપ્રિયતા ધરાવે છે.
Advertisement
Advertisement
Advertisement