મુંબઇ: મિસ યૂનિવર્સ રહી ચુકેલ અને બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેને સોશિયલ મીડિયા પર એક સમાચાર શેર કર્યા છે જે પછી ફેન્સ તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. સુષ્મિતા સેને ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટમાં જણાવ્યુ કે તે હાર્ટ એટેકનો શિકાર બની છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનાર સુષ્મિતા સેને પોતાના સ્વાસ્થ્યની સ્થિતિ જણાવતા કહ્યુ કે તેને હાર્ટ એટેક આવ્યો હતો તે પછી તેની એન્જિયોપ્લાસ્ટી થઇ છે. સુષ્મિતા સેને ફેન્સને જણાવ્યુ કે અત્યારે તેનું સ્વાસ્થ સ્વસ્થ છે.
Advertisement
Advertisement
સુષ્મિતા સેને પિતા સાથે પોતાની તસવીર શેર કરીને પોસ્ટમાં લખ્યુ, “પોતાના દિલને ખુશ અને સાહસી રાખો અને જ્યારે તમારે તેની સૌથી વધુ જરૂરીયાત પડશે તો આ તમારી સાથે ઉભુ રહેશે શોના”મારા પિતાના કહેલા શબ્દ…મને કેટલાક દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો…એન્જિયોપ્લાસ્ટી થઇ છે. સ્ટેન્ડ લાગ્યુ છે…અને સૌથી મહત્વપૂર્ણ વાત, મારા હદય રોગ જાણકારે પૃષ્ટી કરી છે કે મારૂ દિલ મોટુ છે, ઘણા લોકોને તેમની સમય પર સહાયતા માટે આભાર માનવો જોઇએ. આવુ અન્ય પોસ્ટમાં કરીશું! આ પોસ્ટ તમને (મારા શુભચિંતક અને પ્રિયજન) સારા સમાચારથી અવગત કરાવવા માટે છે…કે બધુ સ્વસ્થ છે અને હું પછી ફરી જીવન જીવવા માટે તૈયાર છું.
View this post on Instagram
Advertisement