મુંબઇ: બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ ભારતમાં 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. એવામાં હવે 17 ફેબ્રુઆરીએ YRFએ ‘પઠાણ દિવસ’નું આયોજન કર્યુ છે, જેમાં ભારતના ટોપના થિયેટરો ‘પઠાણ દિવસ’ના રૂપમાં મનાવવા માટે એક સાથે આવ્યા છે.
Advertisement
Advertisement
YRFએ નિર્ણય કર્યો છે કે 17 ફેબ્રુઆરીએ તમામ થિયેટરમાં ‘પઠાણ’ની ટિકિટની કિંમત 110 રૂપિયા હશે, જેમાં PVR, આઇનૉક્સ, સિનેપોલિસ, મૂવી ટાઇમ અને અન્ય થિયેટર સામેલ છે.
‘પઠાણ’નું બૉક્સ ઓફિસ કલેક્શન
ફિલ્મ ‘પઠાણ’ કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. શાહરૂખ ખાનની ‘પઠાણ’ વિશ્વભરમાં 963 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. જલ્દી આ 1000 કરોડની ક્લબમાં પણ સામેલ થઇ જશે. માત્ર ભારતમાં જ પઠાણે 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે. મહત્વપૂર્ણ છે કે ‘પઠાણ’ એક એવી પ્રથમ ભારતીય ફિલ્મ છે, જેને 100થી વધુ દેશમાં એક સાથે રિલીઝ કરવામાં આવી હતી.
YRF ORGANISES ‘PATHAAN DAY’… With #Pathaan hitting ₹ 500 cr mark [*combined biz*: #Hindi + #Tamil + #Telugu] – #YRF decides to organise #PathaanDay on 17 Feb 2023… Tickets at #PVR, #INOX, #Cinepolis at ₹ 110 [all shows]… OFFICIAL POSTER…#SRK #DeepikaPadukone #JohnAbraham pic.twitter.com/tlIcgqwpge
— taran adarsh (@taran_adarsh) February 16, 2023
Advertisement