નવી દિલ્હી: અમેરિકન રિસર્ચ ફર્મના રિપોર્ટથી ભારે નુકસાન અને ગ્રુપને પહોચેલી ઠેસને લઇને ગૌતમ અદાણી (Gautam Adani) હવે આરપારની લડાઇનું મન બનાવી ચુક્યા છે. શૉર્ટ સેલર કંપની હિંડનબર્ગ (Hindenburg)ને જવાબ આપવા માટે અદાણી ગ્રુપે બદલાની તૈયારી હેઠળ કાયદાકીય લડાઇ શરૂ કરી દીધી છે. અદાણી ગ્રુપે અમેરિકાની લૉ ફર્મને હાયર કરી છે.
Advertisement
Advertisement
લૉ ફર્મ Wachtellને હાયર કરી
ફાઇનાન્શિયલ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, હિંડનબર્ગ (Hindenburg) સામે કાયદાકીય લડાઇ લડવા માટે ગૌતમ અદાણીના નેતૃત્વ ધરાવતા અદાણી ગ્રુપે અમેરિકન લીગલ ફર્મ વૉચટેલને પસંદ કરી છે. આ ફર્મ દુનિયામાં ફેમસ છે અને તેની સૌથી વધુ ચર્ચા વિવાદિત કેસમાં લીગલ ફાઇટ કરવાને લઇને થતી રહી છે. હિંડનબર્ગના રિપોર્ટ પછી અદાણી ગ્રુપને લઇને રોકાણકારોના સેન્ટિમેટ પર વિપરીત પ્રભાવ અને ફરીથી આશ્વસ્ત કરવાની દિશામાં ભરવામાં આવેલુ અદાણીનું આ મોટુ પગલુ છે.
કાયદાકીય જંગ લડવા તૈયાર અદાણી
અદાણી ગ્રુપ તરફથી પહેલા કહેવામાં આવ્યુ હતુ કે તે શૉર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ વિરૂદ્ધ પોતાની કાયદાકીય લડાઇની તૈયારી કરી રહ્યુ છે. હવે આવેલા રિપોર્ટ અનુસાર અદાણી ગ્રુપે હિંડનબર્ગને પાઠ ભણાવવા માટે ન્યૂયૉર્ક સ્થિત વોચટેલ લિપ્ટન, રોસેન અને કાટ્ઝના ટોપ વકીલોની સેવા લીધી છે. મહત્વપૂર્ણ છે કે 24 જાન્યુઆરીએ પબ્લિશ કરવામાં આવેલા રિસર્ચ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર એકાઉન્ટિંગ ફ્રૉડ, સ્ટૉક મેન્યુપોલુશન સહિત લોનને લઇને કેટલાક ગંભીર સવાલ ઉભા કરવામાં આવ્યા હતા.
હિંડનબર્ગની સુનામીમાં અદાણી ગ્રુપનું MCap તૂટ્યુ
Hindenburgએ પોતાના રિપોર્ટમાં 88 સવાલ ઉઠાવતા જે આરોપ લગાવ્યા હતા, તેનું અદાણી ગ્રુપ પર એવી અસર થઇ કે શેરમાં એકદમ સુનામી આવી ગઇ હતી અને 10 દિવસની અંદર Adani Groupનું માર્કેટ કેપિટલાઇઝેશન અડધુ સાફ થઇ ગયુ હતુ. આટલુ જ નહી શેરમાં થયેલા ઘટાડાની અસર ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ પર પણ પડી હતી અને દુનિયાના ટૉપ બિઝનેસમેનની યાદીમાં ચોથા નંબર પરથી તે ટોપ-20ની બહાર થઇ ગયા હતા. 110 અબજ ડૉલર ઉપર નેટવર્થ ધરાવનારા ગૌતમ અદાણીની સંપત્તિ ઘટીને હવે માત્ર 58.7 અબજ ડૉલર રહી ગઇ છે.
અદાણી ગ્રુપે રિપોર્ટને નિરાધાર ગણાવ્યા હતા
મહત્વપૂર્ણ છે કે હિંડનબર્ગના રિપોર્ટ પબ્લિશ થયા પછી ઉથલ પાછળ બાદ અદાણી ગ્રુપે 88 સવાલોના જવાબ 413 પાનામાં આપ્યા હતા. પોતાના જવાબમાં ગ્રુપ તરફથી કહેવામાં આવ્યુ હતુ કે તેમણે બદનામ કરવા માટે આ રિપોર્ટ સામે લાવવામાં આવ્યો છે. રિપોર્ટ ખોટો ધારણાથી પ્રેરિત છે. અમે બધા નિયમોનું પાલન કરીએ છીએ અને કાયદાકીય લડાઇની તૈયારી કરી રહ્યા છીએ.
Advertisement