નવી દિલ્હી: અમૃતકાળના પ્રથમ બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ ખેડૂતો પર મહેરબાન થયા છે. ખેડૂતો માટે જે મોટી જાહેરાત કરવામાં આવી છે તેમાં 63,000 પ્રાથમિક કૃષિ સાખ સમિતિ (પૈક્સ)નું કોમ્પ્યૂટરીકરણ અને કૃષિ ઋણનું લક્ષ્ય વધારીને 20 લાખ કરોડો રૂપિયા કરવાનું સામેલ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2023ના પોતાના ભાષણમાં કહ્યુ કે 63 હજાર પેક્સને ડિઝિટલાઇઝ કરવા પર સરકાર 2,516 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
Advertisement
Advertisement
5 વર્ષમાં ગામમાં ખુલશે કેટલીક સહકારી સમિતીઓ
નિર્મલા સીતારમણે કહ્યુ કે પૈક્સ (Primary Agricultural Credit Societies) માટે મૉડલ બાઇલૉજ બનાવવામાં આવ્યા છે. નેશનલ ડેટાબેસ તૈયાર કરવામાં આવ્યું છે. આટલુ જ નહી, સરકાર ભંડારણ ક્ષમતા વધારવા પર ભાર આપી રહી છે. આ ખેડૂતોના ઉત્પાદનના ભંડારણમાં મદદગાર બનશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે આવનારા 5 વર્ષમાં સરકાર ગામમાં જ્યા સહકારી સમિતીઓ નથી, મોટી સંખ્યામાં સહકારિતા સમિતિઓ, મત્સ્ય સહકારિતા સમિતિઓ અને ડેરી સહકારિતા સમિતિઓની સ્થાપના કરશે.
પીએમ મત્સ્ય સંપત્તિ યોજના પર સરકાર 6 હજાર ખર્ચ
નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં વડાપ્રધાન મત્સ્ય સંપત્તિ યોજના (PM Matsya Sampada Yojna)ની શરૂઆત કરવાની પણ જાહેરાત કરી છે, તેમણે કહ્યુ કે આ યોજના પર સરકાર 6,000 કરોડ રૂપિયા રોકાણ કરશે. જેનાથી મત્સ્યપાલનને ભાર મળશે. સાથે જ માછલી વિક્રેતા અને તેની સાથે જોડાયેલા નાના અને લઘુ ઉદ્યોગોને મદદ મળશે અને બજારનો પણ વિસ્તાર પણ થશે.
ખેતીની જમીનનું ડિઝિટલીકરણ થશે
બજેટ 2023 રજૂ કરતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે હવે સરકાર જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી પર ફોકસ કરવા જઇ રહી છે. જેનો લાભ પહેલાથી જ ઓર્ગેનિક-નેચરલ ખેતી સાથે જોડાયેલા ખેડૂતોને મળશે. સાથે જ નવા ખેડૂતોને પણ આ પ્રણાલી સાથે જોડવામાં આવશે.
હવે કૃષિમાં ડિજીટલાઇઝેશનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે હવે જમીનના રેકોર્ડને પણ ડિજીટલ કરવામાં આવશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ જમીન સંસાધન વિભાગ (DOLR)ના વર્ષ 2022માં જાહેર ડેટાથી ખબર પડે છે કે ભારતના લગભગ 94 ટકાથી વધઉ ગામમાં જમીનના રેકોર્ડને ડિઝિટલીકરણ કરવામાં આવી ચુક્યુ છે.
આ ઘટનામાં 27 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં રજિસ્ટ્રેશનનું કોમ્પ્યુટરાઇઝેશનનું કામ 93% સુધી પૂર્ણ થઇ ગયુ છે. 20 રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં જમીનના રેકોર્ડની સાથે સબ-રજિસ્ટ્રાર ઓફિસનું 75% કામ પૂર્ણ થઇ ગયુ છે. 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 70% થી વધુ જમીન કર સંબંધિત નકશાઓ પણ ડિજીટલ કરવામાં આવ્યા છે.
કૃષિ ઇનપુટ્સ ડિજિટલ સેવા હેઠળ આવશે
નવા બજેટમાં મોદી સરકારે ફળો અને શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સહકાર આપવાની યોજના બનાવી છે. બાગાયતી પાકોની ઉત્પાદકતા વધારવા માટે સરકાર રાજ્યોનો સહયોગ કરશે. આ માટે 2,200 કરોડની રકમ ફાળવવામાં આવશે. હવે ખેડૂતોને કૃષિ ઈનપુટ્સ પણ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખાતર, બિયારણ, દવાઓ, દસ્તાવેજો વગેરે સેવાઓને પણ ડિજિટલ સેવા હેઠળ લાવવાની જાહેરાત કરવામાં આવી છે.
રવિ પાકના MSPમાં વધારો
કેન્દ્રીય કેબિનેટે ઓક્ટોબર 2022 માં જ રવિ માર્કેટિંગ સીઝન માટે મુખ્ય કઠોળ, તેલીબિયાં અને ખાદ્ય અનાજના પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો હતો. સરકારે મસૂરના ભાવમાં 500 રૂપિયા અને સરસવના ભાવમાં 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો છે.
આ ઉપરાંત સૂર્યમુખીના ભાવમાં 209 રૂપિયાનો વધારો, ઘઉં, ચણા અને જવના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 110 અને 100 રૂપિયાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. હવે ટૂંક સમયમાં રવિ પાકની ખરીદી શરૂ કરવામાં આવશે, જેમાં ખેડૂતોને બેવડો લાભ મળશે. હવે ખેડૂતોને તેમની ઉપજના ઊંચા ભાવ જ નહીં મળે, પેમેન્ટ પણ સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
Advertisement