બેંગલુરૂ: કર્ણાટકમાં ત્રણ દિવસનો હમ્પી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવ રવિવારે 29 જાન્યુઆરી સુધી ચાલ્યો હતો. મહોત્સવમાં સિંગર કૈલાશ ખેરે પણ પોતાના ગાયનથી લોકોને ઝુમવા માટે મજબૂર કર્યા હતા પરંતુ જે સમયે કૈલાશ ખેર સ્ટેજ પર પરફૉર્મ કરી રહ્યા હતા. આ દરમિયાન 2 લોકોએ સ્ટેજ પર કૈલાશ ખેર પર બોટલ ફેકીને મારી હતી.
Advertisement
Advertisement
કૈલાશ ખેર પર બે લોકોએ બોટલ ફેકી
કૈલાશ ખેર હમ્પી મહોત્સવમાં ગાઇ રહ્યા હતા પરંતુ બે યુવક કન્નડ ગાયનની માંગ કરવા લાગ્યા હતા. ગાયનની માંગ કરતા તેમમે સ્ટેજ પર પરફૉર્મ કરી રહેલા કૈલાશ ખેર પર પાણીની બોટલ ફેકી હતી. આ દૂર્ઘટના રવિવાર રાત્રે બની હતી. બોટલ ફેકવાના આરોપમાં બન્ને આરોપીની પોલીસે અટકાયત કરી હતી.
ત્રણ દિવસના હમ્પી મહોત્સવ 27 જાન્યુઆરીએ શરૂ થયો હતો અને 29 જાન્યુઆરી સુધી ચાલ્યો હતો. શુક્રવાર સાંજે મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ દ્વારા મહોત્સવનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
કેટલાક બોલિવૂડ અને કન્નડ સિંગર્સે આ મહોત્સવમાં પરફોર્મ કર્યુ હતુ. ઇવેન્ટમાં કન્નડ પ્લેબેક સિંગર અર્જુન, વિજય પ્રકાશ, રઘુ દીક્ષિત અને અનન્યા ભાતે પરફૉર્મ કર્યુ હતુ. બીજી તરફ બોલિવૂડમાંથી અરમાન મલિક અને કૈલાશ ખેર સામેલ થયા હતા.
Advertisement