મુંબઇ: 18 નવેમ્બર, 2022માં રિલીઝ થયેલી અજય દેવગણની સુપરહિટ ફિલ્મ ‘દ્રશ્યમ 2’ બૉક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયે 56 દિવસ થઇ ગયા છે પણ ‘દ્રશ્યમ 2’ની કમાણી રોકાવાનું નામ નથી લઇ રહી. હવે આ ફિલ્મને તમે 13 જાન્યુઆરીથી OTT પ્લેટફૉર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરી શકો છો. આ વાતની જાણકારી પ્રાઇમ વીડિયોએ પોતાના ઇંસ્ટાગ્રામ હેન્ડલ પર આપી છે.
Advertisement
Advertisement
‘દ્રશ્યમ 2’નું બૉક્સ ઓફિસ કલેક્શન
હવે અજય દેવગણની સસ્પેન્સ થ્રિલર ફિલ્મની મજા તમે ઘરે બેઠા આસાનીથી ઉઠાવી શકો છો. ફિલ્મે અત્યાર સુધી બૉક્સ ઓફિસ પર 239.59 કરોડ રૂપિયાનો વેપાર કરી લીધો છે. ફિલ્મને IMDB પર 8.4/10 રેટિંગ મળી છે. આ ફિલ્મ 2015માં આવેલી ‘દ્રશ્યમ’ની સિક્વલ છે. બન્ને ફિલ્મ આ નામથી આવેલી મલયાલમ ફિલ્મની રીમેક છે. ફિલ્મમાં અજય દેવગણની સાથે શ્રીયા સરન, ઇશિતા દત્તા, તબ્બૂ અને રજત કપુર મુખ્ય ભૂમિકામાં છે.
Advertisement