સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા (Sania Mirza)એ સંન્યાસની જાહેરાત કરી છે. છ વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા સાનિયા મિર્ઝા આવતા મહિને ફેબ્રુઆરીમાં દૂબઇમાં WTA 1000 ઇવેન્ટ બાદ પ્રોફેશનલ ટેનિસને અલવિદા કહેશે, તેને ટેનિસ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાતની જાણકારી આપી છે. સાનિયા મિર્ઝા ત્રણ વખતની વિમેન્સ ડબલ્સ ગ્રેન્ડ સ્લેમ અને ત્રણ વખત મિક્સ ડબલ્સનો ખિતાબ જીતી ચુકી છે. સંન્યાસ પહેલા તે આ મહિને ઓસ્ટ્રેલિયન ઓપન ડબલ્સમાં ભાગ લેશે.
Advertisement
Advertisement
આ ચેમ્પિયનશિપ જ સાનિયાના કરિયરની અંતિમ ટૂર્નામેન્ટ હશે. આ દૂબઇ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ 19 ફેબ્રુઆરીથી થશે. આ એક WTA 1000 ઇવેન્ટ હશે. સાનિયા પોતાના ફેન્સને આ ટૂર્નામેન્ટમાં અંતિમ વખત જોવા મળશે.
ઓસ્ટ્રેલિયન ઓપન રમશે સાનિયા મિર્ઝા
36 વર્ષની સાનિયા મિર્ઝા ડબલ્સમાં વર્લ્ડ નંબર-1 પણ રહી ચુકી છે. મહત્વપૂર્ણ છે કે નિયાએ ગત વર્ષે જ જાહેરાત કરી હતી કે તે 2022ના અંતમાં સંન્યાસ લઇ લેશે. તે ઇજાને કારણે યૂએસ ઓપન રમી શકી નહતી. એવામાં સાનિયા મિર્ઝા આ વર્ષનું પ્રથમ ગેન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન રમશે. તે બાદ યૂએઇમાં ચેમ્પિયનશિપ રમીને ટેનિસને અલવિદા કહી દેશે.
ગત વર્ષે જ સંન્યાસનો પ્લાન બનાવ્યો હતો
સાનિયા મિર્ઝાએ wtatennis.comને કહ્યુ, “મે ગત વર્ષે જ ડબલ્યૂટીએ ફાઇનલ્સ પછી સંન્યાસનો પ્લાન બનાવ્યો હતો. રાઇટ એલ્બો ઇજાને કારણે યૂએસ ઓપન અને બાકી ટૂર્નામેન્ટમાંથી નામ પરત લેવુ પડ્યુ હતુ. હું પોતાની શરતો પર જીવનારી વ્યક્તિ છું. આ કારણ છે કે હું ઇજાને કારણે બહાર થવા માંગતી નહતી અને હજુ પણ ટ્રેનિંગ લઇ રહી છું. આ કારણ પણ છે કે દૂબઇ ટેનિસ ચેમ્પિયનશિપ પછી મારો રિટાયર થવાનો પ્લાન છે.”
મહત્વપૂર્ણ છે કે સાનિયા મિર્ઝાએ પાંચ મહિના સુધી ડેટિંગ બાદ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે 2010માં લગ્ન કર્યા હતા, આ કપલે 30 ઓક્ટોબર, 2018માં પુત્ર ઇઝહાન મિર્ઝા મલિકનું સ્વાગત કર્યુ હતુ. હવે પાકિસ્તાની મીડિયામાં સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના છુટાછેડાના સમાચાર સામે આવી રહ્યા છે. અહી સુધી દાવો કરવામાં આવ્યો કે બન્નેના ઓફિશિયલ છુટાછેડા થઇ ગયા છે.
આ એવોર્ડ અને ખિતાબ જીતી ચુકી છે સાનિયા મિર્ઝા
સાનિયા મિર્ઝા અર્જૂન એવોર્ડ (2004), પદ્મ શ્રી (2006), રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ (2015) અને પદ્મ ભૂષણ એવોર્ડ (2016)થી પણ સમ્માનિત છે. સાનિયા મિર્ઝાએ અત્યાર સુધી 6 મોટી ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા છે.
સાનિયા મિર્ઝાએ ઓસ્ટ્રેલિયન ઓપન (2016), વિમ્બલડન (2015), યૂએસ ઓપન (2015) ખિતાબ જીત્યા છે. આ સિવાય તેને મિકસ્ડ ડબલ્સમાં પણ ત્રણ ગ્રેન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન (2009), ફ્રેન્ચ ઓપન (2012) અને યૂએસ ઓપન (2014) ખિતાબ જીત્યા છે.
Advertisement