Facebookની પેરેન્ટલ કંપની Metaએ સંધ્યા દેવનાથનને ભારતના વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યા છે. કંપનીએ આ જાણકારી આપી છે. કંપનીએ આ જાહેરાત મેટા ઇન્ડિયાના કંટ્રી હેડ અજીત મોહન દ્વારા કંપની છોડ્યા બાદ કરી છે અને તેમણે ફેસબુકના રાઇવલ બ્રાંડ સ્નેપને જોઇન કર્યુ છે, તેમની સાથે વૉટ્સએપ ઇન્ડિયા હેડ અભિજિત બોસ અને મેટા ઇન્ડિયાના ડિરેક્ટર ઓફ પબ્લિશ પોલિસી રાજીવ અગ્રવાને કંપનીનો સાથ છોડ્યો હતો.
Advertisement
Advertisement
સંધ્યા દેવનાથન આ પહેલા કંપની એશિયા પેસિફિક માર્કેટની ગેમિંગ વર્ટિકલની કમાન સંભાળી રહી હતી અને હવે કંપનીએ તેને નવી જવાબદારી સોપી છે. હવે તે 1 જાન્યુઆરી 2023થી પોતાની કમાન સંભાળશે અને તે એશિયા પેસિફિકના વાઇસ પ્રેસિડેન્ટ ડેન નેયરીને રિપોર્ટ કરશે. કંપનીએ જણાવ્યુ કે તે એશિયા પેસિફિક લીડરશિપ ટીમના ભાગ હશે.
2019થી સેવા આપી રહ્યા હતા અજીત મોહન અને પછી આવી સંધ્યા
અજીત મોહન વિશે જણાવી દઇએ કે તે સ્નેપચેટ સાથે જોડવા જઇ રહ્યા છે. અજીત મોહને જાન્યુઆરી 2019માં ફેસબુક ઇન્ડિયાના કાર્યકારી ડિરેક્ટરના રૂપમાં કામ સંભાળ્યુ હતુ. જ્યારે સંધ્યા દેવનાથન 2016માં ફેસબુક સાથે જોડાયા હતા, પછી તેમણે કેટલીક બીજી કંપનીમાં કામ કર્યુ અને એપ્રિલ 2020માં ફરી મેટાને જોઇન કર્યુ હતુ.
મેટાએ તાજેતરમાં 11 હજાર લોકોને નોકરીમાંથી બહાર કર્યા હતા
ફેસબુકની પેરેન્ટલ કંપની મેટાએ તાજેતરમાં 11 હજાર કર્મચારીઓને નોકરીમાંથી બહાર કર્યા છે. છટણી વિશે જણાવતા ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગે કહ્યુ હતુ કે કંપનીના ઇતિહાસમાં કરવામાં આવેલા બદલાવમાં આ સૌથી મોટો બદલાવ છે. આ સાથે જ તેમણે પોતાના કર્મચારીઓની માફી માંગી છે. ઝકરબર્ગે પત્રમાં લખ્યુ હતુ કે કમાણીમાં ઘટાડા અને ટેકનિકલ ઉદ્યોગમાં જાહેર સંકટને કારણે આ મુશ્કેલ નિર્ણય લેવામાં આવ્યો છે.
Advertisement