ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ બુધવારે કહ્યું કે તે તેના કર્મચારીઓને વળતર તરીકે ઓછામાં ઓછો ચાર મહિનાનો એડવાન્સ પગાર આપશે. આ વર્ષની સૌથી મોટી ટેક કંપનીની છટણી છે. કંપની વધતી કિંમતો અને જાહેરાત બજારમાં મંદી સામે ઝઝૂમી રહી છે, અને હવે મેટા તેના કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી છે.
Advertisement
Advertisement
કર્મચારીઓની કેવી રીતે મદદ કરશે કંપની?
માર્ક ઝુકરબર્ગે પોતાના સંદેશમાં કહ્યું, “અમે નિકાળવામાં આવી રહેલા કર્મચારીઓને 16 સપ્તાહનું બેઝિક સેલરી આપીશું”
છૂટા કરવામાં આવી રહેલા કર્મચારીઓની દરેક વર્ષની સેવામાં બે વધારાના સપ્તાહ જોડવામાં આવશે. જેના પર કોઈ વધારાની સીમા રહેશે નહીં.
ઝુકરબર્ગે કહ્યું કે કંપની પોતાના કર્મચારીઓને બચેલી સંપૂર્ણ TPO (પેડ ટાઈમ ઓફ)ની રકમ આપશે.
META આગામી છ મહિના માટે કર્મચારીઓ અને તેમના પરિવારજનોના સ્વાસ્થ્ય ખર્ચને ઉઠાવશે.
માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, અમે એક્સર્ટનલ વેન્ડર દ્વારા ત્રણ મહિનાનું કરિયર સપોર્ટ આપીશું જેમાં અપ્રકાશિત નોકરીઓ સુધી તેમના માટે સરળ અને સૌથી પહેલા પહોંચી શકશે.
ઝુકરબર્ગે કહ્યું, “હું જાણું છું કે આ તમારા માટે મુશ્કેલ છે, ખાસ રીતે જો તમે વિઝા પર અહીં છો. સેવા સમાપ્ત થવાથી પહેલા એક નોટિસ પીરિયડ છે અને કેટલીક વિઝા ગ્રેસ સમય મર્યાદા પણ છે.”
આનો અર્થ છે કે ફેસબુક કર્મચારીઓ પાસે તેમના ઈમીગ્રેશન સ્ટેટ્સ દ્વારા કામ કરવા અને આગળની યોજના બનાવવાનો સમય રહેશે. ઝુકરબર્ગે કહ્યું, “અમારા પાસે ખાસ આ કામ માટે ઈમીગ્રેશન સ્પેશ્યાલિસ્ટ છે, જે તમને તમારા અને તમારા પરિવારની જરૂરત અનુસાર રસ્તો શોધવામાં મદદ કરશે.”
મેટાએ ઓક્ટોબરમાં એક ત્રિમાસીકની પૂર્વજાહેરાત કરી હતી અને કહ્યું હતુ કે આગામી વર્ષે કિંમત વધી જશે, જેનાથી કંપનીના સ્ટોકમાંથી $67 બિલિયન ઓછા થઇ જશે. તે આ વર્ષે કંપનીએ ગુમાવેલા અડધા ટ્રિલિયન ડોલરની વેલ્યૂમાં જોડાઇ જશે.
મેટાને TikTok તરફથી તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે અને Appleએ ગોપનીયતામાં ફેરફાર કર્યા છે. Metaverse પર ફેસબુકના ખર્ચ અંગે પણ ચિંતા છે.
માર્ક ઝુકરબર્ગે કહ્યું કે તેઓ અપેક્ષા રાખે છે કે મેટાવર્સનું રોકાણ આગામી દાયકામાં નફો પેદા કરશે. પરંતુ આ દરમિયાન તેઓએ નવી નોકરીઓ આપવાનું બંધ કરવું પડશે, ઘણા પ્રોજેક્ટ બંધ કરવા પડશે અને ખર્ચ ઘટાડવા માટે ટીમોનું કદ ઘટાડવું પડશે.
Advertisement