Gujarat Exclusive > દેશ-વિદેશ > હાજર માંગના લીધે સોનાના ભાવમાં વધારો ઊછાળો નોંધાયો

હાજર માંગના લીધે સોનાના ભાવમાં વધારો ઊછાળો નોંધાયો

0
88

નવી દિલ્હીઃ હાજર માંગમાં નવી પોઝિશનના લીધે મંગળવારે વાયદામાં સોનાનો ભાવ (Gold price) પ્રતિ દસ ગ્રામે 323 રૂપિયા વધીને 52,010 રૂપિયા થયો હતો.

મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ (MCX) પર સોનાના ઓક્ટોબર ડિલિવરી કોન્ટ્રાક્ટનો ભાવ (Gold price)પ્રતિ દસ ગ્રામે 323 રૂપિયા કે 0.62 ટકા વધીને પ્રતિ દસ ગ્રામે 52,010 રૂપિયા થયો હતો. તેમાં બિઝનેસ ટર્નઓવર 11,397 લોટનું થયું હતું.

વિશ્લેષકોએ જણાવ્યું હતું કે બજારના સહભાગીઓએએ નવી પોઝિશન બિલ્ટ અપ કરતા સોનાના ભાવમાં વધારો થયો છે.

આ પણ વાંચોઃ સ્થાનિક સ્તરે સોના-ચાંદી સ્થિર, વિદેશમાં સોના-ચાંદી ઉચકાયા

સોનાનો ભાવ મંગળવારે બે મહિનાના ટોચ પર પહોંચ્યો છે. ડોલર હળવો થતા અને ફેડરલ રિઝર્વ તેની સવલતભરી રાજકોષીય નીતિ જારી રખશે તેના લીધે સોનુ (Gold price)ઊચકાયુ હતુ.

હાજર સોનાનો ભાવ 0.4 ટકા વધીને પ્રતિ ઔંસ 1,964.34 ડોલર થયો હતો. આમ ચાલુ મહિનામાં સોનાએ નોંધાવેલી આ અત્યાર સુધીની ઊંચી સપાટી છે. આ પહેલા સોનાએ બીજી સપ્ટેમ્બરના રોજ પ્રતિ ઔંસ 1,968.80 ડોલરની સપાટી બનાવી હતી. અમેરિકામાં સોનાના વાયદાનો ભાવ 0.6 ટકા વધીને પ્રતિ ઔંસ 1,975.20 ડોલર થયો હતો.

આ પણ વાંચોઃ ટ્રેડરોની નફાકીય વેચવાલીના લીધે સોના-ચાંદી ઘટ્યા, રૂપિયામાં પણ ઘટાડો

આ સિવાય ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ 27 ડોલરને આંબી જાય તેમ માનવામાં આવી રહ્યુ છે. ડોલર કરન્સીઝના બ્રોડ બાસ્કેટ સામે ઘટતા અને લોકડાઉનના બીજા વેવના લીધે કીમતી ધાતુને વધારાનો ટેકો મળ્યો હતો.

સાક્સો બેન્કના એનાલિસ્ટ ઓલી હેન્સેને ઉમેર્યુ હતું કે ડોલરમાં નબળાઈ તેનો હિસ્સો ભજવી રહી છે, પરંતુ ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી) દ્વારા થોડા ઘણા ટેકાની પણ આશા છે અને તેનાથી બજારને મદદ મળશે. આ સિવાય હાલમાં તો ગોલ્ડને ઊંચે લઈ જવાય તેવું કોઈ પ્રેરકબળ તો હાલમાં છે જ નહી.

આ પણ વાંચોઃ નફાકીય વેચવાલીથી MCX પર સોનાનો ભાવ ઘટીને 51,000ની નીચે ગયો

ડોલર ઇન્ડેક્સ ઘટવાના લીધે સોનું બીજા ચલણના ખરીદદારો માટે ઓછું આકર્ષક રહ્યુ છે. સહભાગીઓ હવે બુધવારે પૂરી થનારી ફેડની ટુ ડે પોલિસી ઇવેન્ટની રાહ જોઈ રહ્યા છે.

યુએસ ફેડના મોટાભાગના ડોવિશ સિનારિયો ગોલ્ડના પ્રાઇસ(Gold price)ના પ્રતિબિંબિત થઈ ચૂક્યા છે. મધ્યસ્થ બેન્કની ગાઇડલાઇન્સ વ્યાજના દર કેવી રીતના નીચા રાખવા અને ફુગાવાનુ સરેરાશ પૂર્વાનુમાન કેટલુ હોઈ શકે તે બધુ ગણાઈ ચૂક્યુ છે, એમ એબીએન એમરોએના વિશ્લેષક જ્યોર્જ બોઇલીએ જણાવ્યું હતું.

અમેરિકન ટ્રેઝરી સચિવ સ્ટીવન મ્ન્યુચિન અને ફેડ ચેર જેરોમ પોવેલ કોરોના વાઇરસની રાહત અંગે સેનેટ બેન્કિંગ સમક્ષ હાજર થશે, એમ સમિતિએ જણાવ્યું હતું.