એલન મસ્ક પોતે એક બ્રાંડ બની ચૂક્યા છે અને એ હવે જે નામ રાખે તે લોકોને ગમે છે. લોકો ત્યાં જઈને વધુ વિઝિટ કરે છે. અત્યારે ટ્વિટર પર નવા લોગોને કારણે વિઝિટરોની ભીડ જામી છે. જે ટ્વિટ્ટર ધીમે ધીમે એક નીચા ગ્રાફ તરફ જઈ રહ્યું હતું તેને મસ્કના એક ઈશારાથી જીવતદાન નહીં પણ બુસ્ટર ડોઝ મળી ગયો છે.
Advertisement
Advertisement
હાલમાં ગ્લોબલ લેવલે બિઝનેસ ટ્રેન્ડ રહ્યો છે કે કોઈને કોઈ રીતે લોકોને જોડેલા રાખો. મોટી કંપનીઓ અને ગ્લોબલ કંપનીઓમાં ફર્ક છે. ગ્લોબલ કંપની જેને આપણે કહીએ છીએ તેની પાછળ કંપની બ્રાંડ નથી પણ એક વ્યક્તિ બ્રાંડ છે. એલન મસ્ક પોતે એક બ્રાંડ છે. ક્રિપ્ટો કરન્સીને પુશ કરનારા મસ્કે ટ્વીટર ખરીદ્યા પછી સીધું જ પહેલું કામ ચકલીને બદલે ડોગીને લાવી દીધો. એના કારણે ગઈ કાલથી લઈને આજ સુધી આખા વિશ્વના ઓનલાઈન યુઝર્સ હવે મસ્કના ડોગીને જોવા માટે ટ્વિટર પર જોડાઈ રહ્યા છે.
મસ્ક પોતે એક ઈન્ટરનેટ યુઝરની માનસિક્તા સારી રીતે જાણે છે. એક તરફ 7500 કર્મચારીઓને છૂટા કરનારા મસ્કે આજની ગ્લોબલ ઈકોનોમીને સમજીને કેટલાંક ફંડા સેટ કર્યા છે તે આ છે.
- નામ બદલવાથી કંપની કે સોશ્યલ મીડિયા એન્જિનની બિગિનિંગ થાય છે.
- લોકો નવેસરથી તેમાં જોડાય છે.
- જૂના યુઝર્સ યથાવત્ત રહે છે અને નામ માત્ર બદલાવવાથી ઓછા ખર્ચે નવા યુઝર્સનો ઉમેરો થાય છે.
- નવા ટ્રેન્ડ સેટ કરવામાં લોકોનું ફોકસ મળતા વધુ સરળતા રહે છે.
- નવી શરુઆત સાથે સ્ટાફ અને ઓવરઓલ નેટવર્કમાં ઊર્જાનો સંચાર થાય છે.
- કંપનીની જ્યાં જ્યાં ખામીઓ સ્થાપિત થઈ હોય તેને ધીમે ધીમે દૂર કરી શકાય છે અને તેને દૂર કરવાનું એક સરળ બહાનું મળે છે.
- નવા જનરેશન માટે કંપની ફરી રિફ્રેશ થઈને મેદાનમાં આવે છે.
- માર્કેટમાં એક નવી ઊર્જા અને ઊછાળ આવે છે.
Advertisement