દુનિયાભરના કેટલાક દેશમાં ટ્વિટર ડાઉન થવાને કારણે યૂઝર્સે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આઉટેજ ટ્રેક કરનારી વેબસાઇટ ડાઉનડિરેક્ટર અનુસાર આશરે 4,000 ટ્વિટર યૂઝર્સે આઉટેજને લઇને રિપોર્ટ કર્યુ છે.
Advertisement
Advertisement
રિપોર્ટ કરનારા 54 ટકા યૂઝર્સ ટ્વિટર એપ સાથે અને 39 ટકા યૂઝર્સ વેબ સાથે સમસ્યાનો સામનો કરી રહ્યા છે જ્યારે 7 ટકા લોકોએ સર્વર કનેક્શનને લઇને રિપોર્ટ કર્યુ છે.
ગત અઠવાડિયે પણ ડાઉન થયુ હતુ ટ્વિટર
આજે મોટાભાગના યૂઝર્સને ટ્વીટ જોવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એલન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 23 ફેબ્રુઆરીએ પણ ડાઉન થયુ હતુ. તે સમયે પણ દુનિયાભરના આશરે 1,000 યૂઝર્સે આઉટેજની સમસ્યાને લઇને રિપોર્ટ કર્યો હતો. મોટાભાગના યૂઝર્સ એપ અને વેબસાઇટ સાથે સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. આશરે 10 મિનિટ સુધી આઉટેજની સમસ્યા રહ્યા બાદ ટ્વિટરે આ સમસ્યાને ઠીક કરી લીધી હતી.
Advertisement