એલન મસ્કના થઇ ચુકેલા ટ્વિટર લાઇમલાઇટમાં છે. શુક્રવારથી કંપનીમાં છટણી શરૂ થઇ છે. આ વચ્ચે કેટલાક ટ્વિટર યૂઝર્સે ફરિયાદ કરી છે કે તેમણે સવારથી જ લૉગ ઇનમાં તકલીફ આવી રહી છે. કેટલાક યૂઝર્સે તેના સ્ક્રીનશૉટ્સ પણ શેર કર્યા છે.
Advertisement
Advertisement
શુક્રવારની સવારે, કેટલાક ટ્વિટર યૂઝર્સે માઇક્રોબ્લૉગિંગ સાઇટ સાથે થયેલી સમસ્યાની જાણકારી આપી હતી. કેટલાક લોકોએ કહ્યુ કે તે વેબસાઇટમાં લોગ ઇન કરી શકતા નથી. જાણકારી અનુસાર, આઉટેજ લગભગ 3 વાગ્યે શરૂ થયુ અને સવારના 7 વાગ્યાની આસપાસ સુધી આ જોવામાં આવ્યુ હતુ. જોકે, આ ફરિયાદ તમામ યૂઝર્સ સાથે જોવા મળી નહતી.
શું દેખાઇ રહ્યુ હતુ
યૂઝર્સે સ્ક્રીનશૉટ શેર કર્યા છે જેમાં દેખાઇ રહ્યુ છે કે લૉકોને તકલીફ થઇ રહી છે. લૉગ ઇન કરવાનો પ્રયાસ દેખાઇ રહ્યો છે, કઇક ખોટુ થઇ ગયુ છે પરંતુ ચિંતા ના કરો- ફરી પ્રયાસ કરો.
એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યુ, હું ટ્વિટર એક્સેસ કરી શકતો નથી અને મને એક એરર પ્રૉમ્પ્ટ મળી રહ્યો છે, કઇક ખોટુ થઇ ગયુ પરંતુ ના ગભરાવો ફરી પ્રયાસ કરો.
આજે ટ્વિટરનો બ્લેક ફ્રાઇડે
ટ્વિટર અન્ય કારણોસર પણ ચર્ચામાં છે. કંપનીના સૂત્રોનો દાવો છે કે આજથી ટ્વિટર તે કર્મચારીઓનો ઇ-મેલ દ્વારા જાણકારી આપશે કે સોમવારથી તમારે નોકરી પર આવવાનું નથી.
Advertisement