One Plus ચીનમાં પોતાના ફ્લૈગશિપ સ્માર્ટફોનને લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યુ છે. One Plus 11ની સાથે 4 જાન્યુઆરીએ યોજાનાર ઇવેન્ટમાં One Plus Buds Pro 2થી પણ પરદો ઉઠાવવામાં આવી શકે છે. લૉન્ચ પહેલા વન પ્લસ સતત વન પ્લસ 11ના સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ સાથે જોડાયેલુ ટીઝર જાહેર કરી રહ્યુ છે. હવે વન પ્લસે ફ્લૈગશિપ ફોનના કેમેરા સ્પેસિફિકેશન્સનો ખુલાસો કર્યો છે. કંપનીએ વન પ્લસ 11ના કેમેરા રેજૉલૂશન અને સેન્સરની જાણકારી આપી છે.
Advertisement
Advertisement
વન પ્લસ 11ના કેમેરા સ્પેસિફિકેશન્સના ખુલાસા
વન પ્લસે પૃષ્ટી કરી દીધી છે કે વન પ્લસ 11માં 50 મેગાપિક્સલ સોની IMX890 પ્રાઇમરી રિયર કેમેરા, 48 મેગાપિક્સલ સોની IMX581 અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા અને 2X પોટ્રેટ સોની IMC709 કેમેરા સેન્સર આપવામાં આવશે. હેન્ડસેટમાં આગળની તરફ 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળશે.
કંપનીનું કહેવુ છે કે One Plus 11માં ખાસ કરીને પોટ્રેટ ફોટોગ્રાફી માટે દમદાર ફીચર્સ આપવામાં આવશે. ડિવાઇસમાં RAW ફોટોગ્રાફી માટે સપોર્ટ મળવાની આશા છે. બ્રેન્ડે વન પ્લસ 11 માટે લેવામાં આવેલા પોર્ટ્રેટ સેમ્પલ પણ શેર કર્યા છે.
One Plus 11 Specifications
વન પ્લસ 11માં 6.7 ઇંચ QHD+2K E5 AMOLED ડિસપ્લે હોવાની જાણકારી મળી છે. ફોનમાં 120 હર્ટઝ રિફ્રેશ રેટ સ્ક્રીન હોઇ શકે છે. ડિવાઇસમાં લેટેસ્ટ સ્નેપડ્રૈગન 8 Gen 2 પ્રોસેસર આપવામાં આવશે. સ્માર્ટફોનમાં 16 જીબી સુધી રેમ અને 512 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવશે. સૉફ્ટવેરની વાત કરીએ તો વન પ્લસ 11માં એંડ્રોઇડ 13 બેસ્ટ ColorOS 13 સ્કિન આપવામાં આવવાની આશા છે.
ડિવાઇસના કેમેરાની વાત કરીએ તો One Plus 11માં 50 મેગાપિક્સલ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હોવાની પૃષ્ટી થઇ ગઇ છે. ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવશે. ડિવાઇસમાં 5000mAhની બેટરી હોવાનો ખુલાસો થયો છે જે 100W SuperVOOC ફાસ્ટ ચાર્જિગ સપોર્ટ કરશે. ફોનમાં યૂએસબી ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ આપવામાં આવશે.
કિંમતની વાત કરીએ તો વન પ્લસ 11ને 55થી 60000 રૂપિયા વચ્ચે લૉન્ચ કરવામાં આવી શકે છે. જોકે, હજુ સુધી હેન્ડસેટની ઓફિશિયલ કિંમતનો ખુલાસો થયો નથી.
Advertisement