Facebook, Instagram અને WhatsAppનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ, અત્યારે તેનો ઉપયોગ મફત છે પરંતુ જલ્દી આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે પણ પૈસા ચુકવવા પડી શકે છે. મેટા જલ્દી પોતાના નવા ફીચરને લૉન્ચ કરી શકે છે. આ ફીચરના આવ્યા બાદ યૂઝર્સને તેમાં આપવામાં આવતા કેટલાક ફીચર્સનો ઉપયોગ કરવા માટે પૈસા પણ ચુકવવા પડી શકે છે. રિપોર્ટ્સની માનીએ તો Meta એક નવી પ્રોડક્ટ ઓર્ગેનાઇઝેશન સેટઅપ કરી રહી છે, આ પ્રોડક્ટ ઓર્ગેનાઇઝેશન ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને વૉટ્સએપના પેડ ફીચર્સ પર પણ કામ કરશે.
Advertisement
Advertisement
Metaની શું યોજના છે?
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, મેટાએ એક વિભાગ બનાવ્યો છે. આ વિભાગને New Monetization Experiences તરીકે ઓળખવામાં આવે છે. આ વિભાગ મુખ્યત્વે ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને વૉટ્સએપ પેઇડ ફીચર્સ પર ધ્યાન કેન્દ્રીત કરશે. આ ડિવીઝનને લીડ કરવા માટે પ્રતિતિ રાય ચૌધરીને પસંદ કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે આ પ્રથમ વખત નથી જ્યારે પેઇડ સર્વિસ લાવવાની વાત કરવામાં આવી હોય. આ પહેલા પણ કંપનીએ કેટલીક વખત પોતાના પ્લેટફોર્મ પર પેડ સર્વિસને જોડવાને લઇને ચર્ચા કરી હતી.
Advertisement