વર્ષ 2023 નવા વર્ષને આવકારવાની તૈયારીઓ ચાલી રહી છે. એવામાં નવા વર્ષમાં ફ્રાંસના ભવિષ્યકર્તા નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ ફરી એક વખત ચર્ચામાં આવી ગઇ છે. ફ્રાંસના ભવિષ્યવક્તા માઇકલ દિ નાસ્ત્રેદમસ (Nostradamus)એ દુનિયાને લઇને કેટલીક ભવિષ્યવાણી કરી હતી જેમાં મોટાભાગની ભવિષ્યવાણીઓ સાચી પડી છે. નાસ્ત્રેદમસે 2023ને લઇને પણ કેટલીક ભવિષ્યવાણીઓ કરી છે જેને લઇને લોકોના મનમાં ડર અને આશંકા છે.
Advertisement
Advertisement
નાસ્ત્રેદમસનું 1566માં મોત થયુ હતુ આ પહેલા તેને 6,338 ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાં તેમણે જણાવ્યુ હતુ કે દુનિયાનો અંત ક્યારે અને કેવી રીતે થશે.
મંગળ પર માણસ પહોચશે
નાસ્ત્રેદમસે મંગળ ગ્રહને લઇને ભવિષ્યવાણી કરી હતી, તેમણે દાવો કર્યો હતો કે મંગળ ગ્રહ પર પ્રકાશ પડી રહ્યો છે, જેને લઇને કેટલાક લોકોનું માનવુ છે કે નાસ્ત્રેદમસે મંગળ ગ્રહ પર માણસના પહોચવાની ભવિષ્યવાણી કરી છે જ્યારે કેટલાક લોકોનું માનવુ છે કે મંગળ પર પહોચવા સબંધિત મિશનને સફળતા મળી શકે છે.
વર્ષ 2023માં થશે મહાયુદ્ધ?
ફ્રાંસના ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસે વર્ષ 2023માં મહાયુદ્ધ થવાની ભવિષ્યવાણી કરી છે. એવામાં કેટલાક લોકોનું માનવુ છે કે યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ આવનારા સમયમાં ત્રીજા વિશ્વયુદ્ધના રૂપમાં પરિવર્તિત થશે. નાસ્ત્રેદમસ અનુસાર, 2023માં આ યુદ્ધ 7 મહિના સુધી ચાલશે, જે લોકોએ પણ ખરાબ કામ કર્યા છે તેમનું મોત થશે. જો નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઇ તો દેશ-દુનિયામાં હાહાકાર મચી જશે.
દેશ-દુનિયા પર મંડરાશે આર્થિક સંકટ
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર, વર્ષ 2023માં ત્રીજુ વિશ્વ યુદ્ધ થવાથી દેશ-દુનિયામાં આર્થિક સંકટનો સામનો કરવો પડશે, જેના પરિણામ સ્વરૂપ ચારે તરફ ભોજનને લઇને ત્રાહિમામ મચશે. નાસ્ત્રેદમસે લખ્યુ હતુ, ઘઉં એટલા ઉંચા ઉઠશે કે માણસ એક બીજાને ખાઇ જશે. આ ભવિષ્યવાણીને લોકો યૂક્રેન અને રશિયાના યુદ્ધ સાથે જોડીને જોઇ રહ્યા છે. રશિયા-યૂક્રેન યુદ્ધ પછી વિશ્વભરમાં ઘઉંની કમી છે.
વર્ષ 2023માં આકાશમાંથી આગ વરસશે
નાસ્ત્રેદમસે લખ્યુ છે, શાહી ભવન પર આકાશીય આગ. નાસ્ત્રેદમસ આ ભવિષ્યવાણી દ્વારા દુનિયાના ખતમ થવાનો ઇશારો કરી રહ્યા છે, તેમનું માનવુ છે કે આગ વરસતા આખી દુનિયા ખતમ થઇ જશે.
પોપ પર ભવિષ્યવાણી
નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી હતી કે પોપ બદલાઇ જશે. જો આમ થાય છે તો પોપ ફ્રાંસિસના સ્થાને કોઇ અન્ય નવુ આવશે. નાસ્ત્રેદમસે કહ્યુ કે પોપ ફ્રાંસિસ અંતિમ સાચા પોપ હશે, નવા પોપ ભ્રષ્ટાચાર કરશે.
ભયાનક પૂર સાથે અકાળ
નાસ્ત્રેદમસે ગ્લોબલ વોર્મિંગને લઇને પણ ભવિષ્યવાણી કરી હતી. નાસ્ત્રેદમસ અનુસાર વર્ષ 2023 પર્યાવરણના હિસાબથી સારો નહી હોય. ભવિષ્યવાણી અનુસાર ધરતી પહેલા સુકાશે અને તે બાદ ભયાનક પૂર જોવા મળશે. તે ભવિષ્યવાણીમાં લખે છે કે સૂર્ય ગરમ થશે અને માછલીઓ સેકાઇ જશે.
(Disclaimer: અહી આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે, Gujarat Exclusive તેની કોઇ પૃષ્ટી કરતુ નથી)
Advertisement