Cough Home Remedies: જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે જ શિયાળાનો ત્રાસ પણ વધી રહ્યો છે. વધતી જતી ઠંડીના કારણે લોકો પરેશાન છે. ધુમ્મસ અને ઠંડા પવનોએ દરેકનું જીવન મુશ્કેલ બનાવી દીધુ છે. આવી સ્થિતિમાં શિયાળાના આ પ્રકોપને કારણે લોકો સતત અનેક સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે. એક તરફ ઠંડીના કારણે હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યા છે બીજી તરફ શરદી અને વાયરલની સમસ્યા પણ જોવા મળે છે. શરદીના કારમે લોકો વારંવાર ઉધરસ અને શરદીનો ભોગ બને છે. આવી સ્થિતિમાં જો સૂકી ઉધરસ હોય તો ઘણી મુશ્કેલી ઉભી થાય છે. ઘણી વખત દવાઓ પછી પણ છુટકારો મળતો નથી. આ સમસ્યા ઘણીવાર રાત્રે વધી જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ ઘરેલું ઉપાયોથી તમે ઝડપથી રાહત મેળવી શકો છો.
Advertisement
Advertisement
ગરમ પાણી અને મધ
જો તમે સતત ખાંસીની સમસ્યાથી પરેશાન છો તો ગરમ પાણી અને મધનો ઉપયોગ કરી શકો છો, તેની માટે તમારે અડધા ઉકાળેલા પાણીમાં બે ચમચી મધ નાખીને પીવુ પડશે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી તમને આ સમસ્યાથી ઘણી હદ સુધી આરામ મળી શકે છે.
આદુ અને મધ
રાત્રે થતી ખાસી માટે આદુ અને મધ પણ એક સારો ઉપાય છે. ખાંસીમાંથી રાહત અપાવવાની સાથે આ ઠંડીમાં ઇમ્યુનિટી વધારવામાં પણ ઘણુ મદદગાર સાબિત થઇ શકે છે. રોજ એક ચમચી મધમાં આદુના રસના કેટલાક ટીપા મેળવીને ખાવાથી સુકી ખાસીથી રાહત મળશે.
જો તમે રાત્રે સૂકી ઉધરસથી પરેશાન છો તો તમે તેના માટે મધ અને પીપળાના ગઠ્ઠાનો ઉપયોગ કરી શકો છો. તેના માટે પીપળાને પીસીને તેમાં એક ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરો, તેનું નિયમિત સેવન કરવાથી ફાયદો થશે.
આદુ અને નમક
રાત્રે સુકી ખાસીને કારણે તમે ઉંઘી નથી શકતા તો તમે આદુ અને નમકની મદદ લઇ શકો છો. રાત્રે સોતા સમયે આદુના નાના નાના ટુકડામાં થોડુ નમક નાખીને તેને દાંત નીચે દબાવીને ચાવો. આમ કરવાથી સુકી ખાસીમાંથી રાહત મળશે.
કાળા મરી અને મધ
જો સૂકી ઉધરસ તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે, તો કાળા મરી અને મધ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. 4-5 કાળા મરીના પાવડરમાં મધ ભેળવીને સેવન કરવાથી ફાયદો થશે. દરરોજ તેનું સેવન કરવાથી તમને આ સમસ્યામાંથી જલ્દી રાહત મળશે.
Advertisement