મોટોરોલાએ તાજેતરમાં જ પોતાના સ્માર્ટફોન Moto G73 5G લૉન્ચ કર્યો હતો. હવે એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે, કંપનીએ એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં એક નવો સ્માર્ટફોન લૉન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. આ ફોનનુ નામ Moto G13 હોઇ શકે છે. સ્માર્ટફોન આગામી અઠવાડિયે લૉન્ચ થવાની સંભાવના છે. જોકે, લૉન્ચની કોઇ સ્પષ્ટ તારીખ સામે આવી નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ દ્વારા ફોનના ફિચર્સ સાથે જોડાયેલી ડિટેલ લીક થઇ છે.
Advertisement
Advertisement
Moto G13ને 12,000 રૂપિયાની કિંમતમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. જો આવુ થાય છે, તો આ સેમસંગ, રેડમી, પોકો, રિયલમી, ઇનફિનિક્સ અને ટેકનોના એન્ટ્રી લેવલ ડિવાઇસની સાથે મુકાબલો કરશે.
Motorolaના Moto G13 માં પંચ-હૉલ પેનલ અને ત્રિપલ કેમેરા સિસ્ટમ હોઇ શકે છે. ફોનમાં તમને 720 x 1600 પિક્સલ અને એચડી+ રિઝૉલ્યૂશનની સાથે 6.5 ઇંચની આઇપીએસ એલસીડી ડિસ્પ્લે મળી શકે છે. આમાં 90Hz રિફ્રેશ રેટ આપવામાં આવી શકે છે. આની સાથે જ સ્ક્રીન પર પાન્ડા ગ્લાસ પ્રૉટેક્શન મળી શકે છે.
મોટોરોલાનો આ ફોન ઓછી કિંમત વાળો ફોન MediaTek Helio G85 SoCની સાથે આવી શકે છે, જેમાં 4GB રેમ અને 128GB સુધીનું ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. ફોન 10W ચાર્જિંગ સપોર્ટની સાથે 5,000mAh ની બેટરી વાળો હોઇ શકે છે. ફોનમાં 50MP મેઇન લેન્સ, 2MP મેક્રો લેન્સ અને 2MP ડેપ્થ સેન્સરની સાથે ત્રિપલ કેમેરા સિસ્ટમ મળી શકે છે. ફ્રન્ટમાં 8MP નો કેમેરો હોઇ શકે છે. દિલચસ્પ વાત એ છે કે એન્ટ્રી લેવલ ફોન હોવા છતાં આ Android 13 પર આધારિત MyUXની સાથે આવી શકે છે.
Advertisement