મર્સિડીઝ-બેંજ ઇન્ડિયા (Mercedes-Benz India)એ ભારતીય બજારમાં પોતાની EQS 580 ઇલેક્ટ્રિક કાર લૉન્ચ કરી છે. આ લક્ઝરી ઇ-કારને પૂણે નજીક ચાકન પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી છે. જર્મન કંપનીની આ મેડ ઇન ઇન્ડિયા ઇલેક્ટ્રિક કારની એક્સ-શો રૂમ કિંમત 1.55 કરોડ રૂપિયા છે. આ EQC અને EQC 53 AMG પછી ઇલેક્ટ્રિક સબ-બ્રાંડ EQમાં લૉન્ચ થનારુ ત્રીજુ મૉડલ છે. આ કારને લઇને કંપનીનો દાવો છે કે 15 મિનિટમાં ચાર્જિંગમાં 300 Kmની રેન્જ આપશે. તેની ARAI સર્ટિફાઇડ રેન્જ 857 Km છે.
Advertisement
Advertisement
મર્સિડીઝ-બેન્જ EQS 580 ડિઝાઇન
લુક અને ડિઝાઇનની વાત કરીએ તો EQS 53 AMGની તુલનામાં તેમાં ટોંડ-ડાઉન લુક આપવામાં આવ્યો છે, તેની તુલનામાં આ થોડી નાની પણ છે. EQS 53 AMGની લંબાઇ 5,223mm છે, જ્યારે EQS 580 લંબાઇ 5,216 mm છે. AMGમાં વર્ટિકલ સ્ટેલ્સ છે, જ્યારે EQS 580ના ફ્રંટ ગિલમાં મિનિએચર સ્ટાર છે જે ચમકે છે.
સિંગલ ચાર્જ પર 857 KMની રેન્જ
તેમાં 107.8kWh બેટરી પેક આપવામાં આવ્યુ છે. આ બે ઇલેક્ટ્રિક મોટર્સનો પાવર આપે છે, જે ફ્રંટ અને રિયર એક્સલ પર લગાવવામાં આવ્યા છે. તેનું કંબાઇંડ પાવર આઉટપુટ 523 bhp અને 855 nmનું ટાર્ક છે. આ કાર 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ 4.3 સેકન્ડમાં પકડી શકે છે. આ કારની ટૉપ સ્પીડ 210 કિમી પ્રતિ કલાક છે. કારની સિસ્ટમ 200 kW DC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. મર્સિડીઝનો દાવો છે કે આ 15 મિનિટમાં ચાર્જિંગમાં 300 Kmની રેન્જ આપે છે. તે સિંગલ ચાર્જ પર તેની ARAI સર્ટિફાઇડ રેન્જ 857 KM છે.
મર્સિડીઝ-બેન્જ EQS 580ના ફીચર્સ
મર્સિડીઝની આ ઇલેક્ટ્રિક કારમાં એમબીયૂએક્સ હાઇપરસ્ક્રીન આપી છે, જેમાં 3 મોટા હાઇ-ડેફિનેશન ડિસપ્લે મળે છે. કંપની તેમાં કેટલાક ઇન્ટીરિયર કલર ઓપ્શન આપે છએ, જેમાં બ્રાઉન સાથે નેવા ગ્રે, સ્પેસ ગ્રે સાથે મેકચિયાટો બેજ અને એક બ્રાઉન ઓપન- પોર વૉલનટ વુડ જેવા રંગ સામેલ છે. તેમાં હેડ-અપ ડિસપ્લે, ફ્રંટ સીટો માટે મસાજ ફંક્શન, બર્મેસ્ટર 3ડી સરાઉન્ડ સિસ્ટમ, એર ફિલ્ટ્રેશન સિસ્ટમ, 9 એર બેગ સામેલ છે.
Advertisement