મારૂતિ સુઝુકી (Maruti Suzuki)ની કૉમ્પેક્ટ હૈચબેક કાર બલેનો (Baleno)એ દેશની સૌથી વધુ વેચાનારી કારનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. Maruti Nexa Baleno નવેમ્બર મહિનામાં હ્યુંડાઇ ક્રેટા, ટાટા નેક્સન અને કિયા સેલ્ટૉસ જેવી બેસ્ટ સેલિંગ કારને પાછળ છોડતા બેસ્ટ સેલિંગ કાર (Best Selling Car) બની ગઇ છે. બલેનોને ગત મહિને 20 હજાર કરતા પણ વધુ લોકોએ ખરીદી છે.
Advertisement
Advertisement
Maruti Suzuki Alto 2 મહિના સુધી નંબર 1 રહી
સપ્ટેમ્બર મહિના પછી બલેનો ફરી એક વખત બેસ્ટ સેલિંગ કાર બની હતી. બે મહિનાથી સતત મારૂતિ સુઝુકી અલ્ટો બેસ્ટ સેલિંગ કાર બનેલી હતી. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં બલેનો અને તે પહેલા મારૂતિ સુઝુકી વેગનઆર દેશની બેસ્ટ સેલિંગ કાર હતી.
મારૂતિ બલેનોને કેટલા લોકોએ ખરીદી?
ગત મહિને એટલે કે નવેમ્બર 2022 મારૂતિ સુઝુકી બલેનોને 20,945 લોકોએ ખરીદી હતી. ગત વર્ષે નવેમ્બર મહિનામાં માત્ર 9,931 યૂનિટ્સનું વેચાણ થયુ હતુ, જેનો અર્થ એવો થયો કે ગત વર્ષે નવેમ્બર મહિનાના મુકાબલે તેનું વેચાણ 11 ટકા વધી ગયુ છે.
Tata Nexon બીજા અને WagonR પાંચમા નંબર પર
મારૂતિ બલેનોની જેમ ટાટા નેક્સૉને પણ મોટો ઉલટફેર કરતા બીજા નંબર પર કબજો કરી લીધો હતો. ગત મહિને ટાટા નેક્સૉનને 15,871 લોકોએ ખરીદી હતી. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં બેસ્ટ સેલિંગ કાર રહેલી મારૂતિ સુઝુકી અલ્ટો ત્રીજા નંબર પર પહોચી ગઇ હતી. ગત મહિને અલ્ટોની 15,663 યૂનિટ્સનું વેચાણ થયુ હતુ. વેગનઆરના વેચાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ગત મહિને 14,720 ગ્રાહકોએ તેને ખરીદી હતી અને આ પાંચમા નંબર પર રહી હતી.
Balenoની કિંમત અને માઇલેજ
મારૂતિ સુઝુકીની પ્રીમિયમ હૈચબૈક કાર બલેનોનું પેટ્રોલ વેરિએન્ટ 22.35 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે. આ કારનું CNG વેરિએન્ટ 30.61 કિલોમીટર પ્રતિ કિલોગ્રામની માઇલેજ આપે છે. આ કારની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 6.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જે તેના ટોપ એન્ડ વેરિએન્ટ માટે 9.71 લાખ રૂપિયા સુધી જાય છે. તમારા શહેરમાં તેની કિંમત અલગ હોઇ શકે છે.
Advertisement