Ginger Jaggery in Cough & Cold: કડકડતી ઠંડી અને ધુમ્મસ પછી હવે હવામાનમાં પરિવર્તન જોવા મળી રહ્યુ છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડી ડબલ રૂતુનો અનુભવ થઇ રહ્યો છે. આ દરમિયાન ખુદનું ધ્યાન રાખવુ વધારે જરૂરી બની જાય છે. હવામાન બદલાવાને કારણે સંક્રમણનો ખતરો પણ વધી જાય છે એવામાં આ સુનિશ્ચિત કરવુ અત્યંત મહત્વપૂર્ણ છે કે તમારૂ સ્વાસ્થ્ય સ્વસ્થ રહે. આવા હવામાન માટે સીઝનલ અને લોકલ વસ્તુ ખાવાની સલાહ આપવામાં આવે છે, તેમ છતા જો તમે સ્વસ્થ નથી થઇ રહ્યા તો આયુર્વેદમાં તેની સારવાર પણ છે. હવામાન બદલાવાને કારણે તમને સતત ખાંસી અને છીક આવે છે તો ઘરે જ ઇમ્યુનિટી વધારનારા લાડુ બનાવીને ખાવ, જેનાથી તમને ઘણી રાહત મળશે.
Advertisement
Advertisement
હવે હવામાન બદલાઇ રહ્યુ છે. એવામાં વૃદ્ધોથી લઇને બાળક સુધી દરેક કોઇ એલર્જી, શરદી, ખાંસીથી પ્રભાવિત થઇ રહ્યો છે. ખાસ કરીને જેમના રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી હોય છે. આવા કેસમાં પ્રતિરક્ષામાં સુધાર કરવા માટે સૌથી પહેલા આ ઇમ્યૂનિટી લાડુને ખાવ જે ઠંડીમાં ભારતીય કિચનમાં બનતુ આવે છે.
ઇમ્યુનિટી લાડુ બનાવવાની રેસિપી
લાડુ બનાવવાની સામગ્રી
ગોળ
સુકુ આદુનું પાવડર
દેશી ગાયનું ઘી
બનાવવાની રીત
- ત્રણેય સામગ્રીના મિશ્રણથી નાના-નાના ગોળા બનાવી લો
કોણે સેવન કરવુ જોઇએ?
આ લાડુનું સેવન દરેક તે વ્યક્તિ કરી શકે છે જેમણે શરદી, ખાંસી કે વાયરસ સંક્રમણથી એલર્જી છે.
આ સંક્રમણને રોકે છે અને શરદી, ખાંસીમાં પણ તુરંત રાહત આપે છે.
આ પાચન અગ્નિમાં સુધારો કરે છે
જો તમે નબળાઇ અનુભવી રહ્યા છો અને ઉર્જા ઓછી છે તો આ સામાન્ય નબળાઇ માટે પણ શ્રેષ્ઠ છે.
જાણકારો અનુસાર ગોળ અને સુંઠ પાઉડર ઠંડ સામે લડવા માટે સારી રીતે કામ કરે છે પરંતુ ઘી પ્રકૃતિમાં ઠંડુ હોય છે તો ઘીનું સેવન કરવાથી એવા વ્યક્તિએ બચવુ જોઇએ જેમણે જૂની શરદીની સમસ્યા છે કારણ કે આ ઠંડકને વધારી શકે છે. સુકા આદુનું સેવન કફને ઓછુ કરે છે.
Advertisement