નવી દિલ્હી: ભારતીય બિઝનેસમેન રતન ટાટા (Ratan Tata) કેટલા ઇમોશનલ છે તે આપણે જાણીયે છીએ. ટાટાને ઉંચાઇઓ પર પહોચાડનારા રતન ટાટાએ પોતાની ડ્રીમ કાર માટે ફરી એક વખત ઇમોશનલ પોસ્ટ લખી છે. ટાટાની આ ડ્રીમ કાર 25 વર્ષની થઇ ગઇ છે. ઇન્ડિયા કારના 25 વર્ષ પૂર્ણ થવા પર રતન ટાટાએ પોતાના દિલની વાત લખી છે, તેમણે જૂના દિવસોને યાદ કરતા લખ્યુ- તમે મારા દિલની ઘણી નજીક છો.
Advertisement
Advertisement
રતન ટાટાએ લખી દિલની વાત
ટાટા ઇન્ડિયિા કારના 25 વર્ષ પૂર્ણ થયા છે. આ કાર રતન ટાટાની દિલની નજીક છે, તેમણે આ કારના લૉન્ચના દિવસોને યાદ કરતા કહ્યુ કે આ કાર તેમના દિલની નજીક છે, તેમની માટે તેમના દિલમાં ખાસ જગ્યા છે. રતન ટાટાએ પોતાના ઇંસ્ટાગ્રામ પેજ પર પોસ્ટ લખી છે. આ કાર સાથે પોતાની એક તસવીર પણ શેર કરી છે, તેમણે ટાટા ઇન્ડિકાના લૉન્ચના દિવસોને યાદ કરતા કહ્યુ કે 25 વર્ષ પહેલા ભારતની પ્રથમ સ્વદેશી કારનો જન્મ થયો હતો. આજે પણ આ કાર મારી માટે સારી યાદનો ખજાનો છે. મારા દિલમાં આ કાર માટે ખાસ જગ્યા છે. રતન ટાટાની આ પોસ્ટને લોકો પસંદ કરી રહ્યા છે. 29 લાખથી વધુ લોકોએ લાઇક્સ કરી છે. આ પહેલા રતન ટાટાએ પોતાના ભાઇ જિમી ટાટા સાથે પોતાના બાળપણની તસવીર શેર કરી હતી.
દેશની પ્રથમ સ્વદેશી હૈચબૈક કાર
ટાટાની ઇન્ડિકા કાર દેશની પ્રથમ ઇન્ડિયન હૈચબૈક કાર હતી. ટાટાના પેસેન્જર વ્હીકલ્સ સેક્શનમાં ઇન્ડિકા સૌથી પોપ્યુલર કાર રહી હતી. વર્ષ 1998માં ટાટાએ આ કારને પુરી સ્વદેશી કાર ગણાવતા લૉન્ચ કરી હતી. લાંબા સમય સુધી આ કારે ધૂમ મચાવી હતી. 5 સીટર આ કાર મિડલ ક્લાસ વચ્ચે પોપ્યુલર બની હતી. રતન ટાટા હંમેશા એવી કાર બનાવવા માંગતા હતા જે સામાન્ય લોકો સુધી પહોચી શકે. ટાટાની ઓળખ ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ, જેમ કે ટ્રક, બસ બનાવનારી કંપની તરીકે થતી હતી. વર્ષ 1991માં જ્યારે તેમણે ટાટાની કમાન સંભાળી તો તેમણે પેસેન્જર વ્હીકલ્સ પર ભાર આપ્યો હતો. 30 સપ્ટેમ્બર 1998માં તેમણે પુરી રીતે સ્વદેશી પેસેન્જર કાર ટાટા ઇન્ડિકા (Tata Indica) લૉન્ચ કરી હતી. એક અઠવાડિયાની અંદર જ 1.5 લાખ કારની બુકિંગ થઇ ગઇ હતી. ઇન્ડિકાની લોકપ્રિયતા એટલી વધી કે 2 વર્ષ સુધી તે કાર પોતાના સેગમેન્ટમાં નંબર-1 પર રહી હતી.
Advertisement