સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રોડ્યૂસર રવિંદ્ર ચંદ્રસેકરને સાઉથ એક્ટ્રેસ અને વીજે મહાલક્ષ્મી સાથે લગ્ન કરી લીધા છે. રવિંદ્ર ચંદ્રસેકરન અને મહાલક્ષ્મી બન્નેના આ બીજા લગ્ન છે. લગ્નમાં પરિવારના લોકો અને કેટલાક મિત્ર હાજર રહ્યા હતા. બન્નેના ફેન્સ શુભેચ્છા પાઠવી રહ્યા છે. મહાલક્ષ્મીએ ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ હેન્ડલ પરથી તસવીર શેર કરતા લખ્યુ ‘હું ઘણો લકી છુ જે તમે મારા જીવનનો ભાગ બન્યા, તમારા પ્રેમે મારા જીવનમાં અલગ રંગ ભરી દીધો છે, મારી તરફથી તમને ઘણો પ્રેમ અને નવી શરૂઆત માટે શુભકામનાઓ.’
Advertisement
Advertisement
રવિંદ્ર ચંદ્રસેકરન અને મહાલક્ષ્મીની તસવીર વાયરલ થઇ રહી છે. તસવીર પર કેટલાક લોકો પોઝિટિવ તો કેટલાક નેગેટિવ કોમેન્ટ કરી રહ્યા છે. મહાલક્ષ્મીએ લગ્નમાં જે ડ્રેસ પહેર્યો હતો, સોશિયલ મીડિયા પર તેમની ચર્ચા થઇ રહી છે. મહાલક્ષ્મીએ પારંપરિક વેડિંગ ડ્રેસ પહેરી હતી.
મહાલક્ષ્મીના સાડીની ખાસિયત
તમિલ લગ્નમાં દુલ્હન અને દૂલ્હાનો ડ્રેસ ઘણો ખાસ હોય છે. તમિલ દુલ્હન, ભારતીય સંસ્કૃતિ અનુસાર લાલ રંગની સાડી પહેરે છે. તમિલ બ્રાહ્મણ દુલ્હનને 9 ગજ લાંબી અને ગેર-બ્રાહ્મણ તમિલ દુલ્હનને 6 ગજ લાંબી કાંચીવરમ સાડી પહેરાવવામાં આવે છે. મહાલક્ષ્મીએ પણ પોતાના લગ્નમાં લાલ રંગની ખાસ કાંજીવરમ સાડી પહેરી હતી. કાંજીવરમ સાડી સાથે મહાલક્ષ્મીએ લીલા રંગનું બ્લાઉજ પહેર્યુ હતુ, જેની પર ગોલ્ડન જરીની કારીગરી હતી.
Advertisement