હવેથી દેશના દરેક મેડિકલ પ્રેક્ટિશનરે સ્ટેટ મેડિકલ કાઉન્સિલની સાથે સાથે નેશનલ મેડિકલ કમિશનમાં પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. હાલમાં મોટા પાયે નેશનલ મેડિકલ રજીસ્ટરમાં મોટા પાયે ડોક્ટરોનો ડેટા અપડેટ કરવામાં આવી રહ્યો છે. નેશનલ મેડિકલ રજીસ્ટ્રેશન રાષ્ટ્રીય કક્ષાની આરોગ્ય સેવાઓ અંગેની માહિતી આપતી સંસ્થા છે.
Advertisement
Advertisement
આ રજીસ્ટ્રેશનમાં ડોક્ટરની ડિગ્રી, તેની લાયકાત, તેની સ્પેશ્યાલિટી, કંઈ સાલમાં તેમણે મેડિકલની પરીક્ષાઓ પાસ કરી છે, કઈ યુનિવર્સિટીમાંથી પરીક્ષા પાસ કરી છે અને તેઓ ક્યાં કામ કરી રહ્યા છે. આ તમામ માહિતી નેશનલ મેડિકલ રજીસ્ટરમાં નોંધાવી ફરજીયાત રહેશે.
હાલમાં કાર્યરત બધા જ ડોક્ટરોએ આ નોઁધણી કરાવવી ફરજીયાત છે. આ નોંધણી કરાવવાથી દરેક તબીબને એક નેશનલ નંબર મળશે. આ નોંધણી પ્રેક્ટિસ મેડિસિન રેગ્યૂલેશનમાં પણ અપડેટ કરવમાાં આવશે. નોંધણી માટે એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જેને મેડિકલ રજીસ્ટ્રેશન બોર્ડ અંતર્ગત વેબ પોર્ટલ દ્વારા ત્રણ મહિનામાં નોંધણી કરવાનું સૂચન કર્યો છે. નોંધણી કરાવ્યા બાદ પાંચ વર્ષનું લાઈસન્સ આપવામાં આવશે. પાંચ વર્ષ પછી આ પ્રક્રિયાને રિન્યૂ કરાવવાની રહેશે. આ માટે કોઈ ફી રાખવામાં આવી નથી.
સરકારના આ નવા નિયમથી તબીબોમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણાં ડોક્ટરોએ આને નકલી ડોક્ટરોને ઓળખવાના ભાગરૂપે આ નિયમને આવકાર્યો છે તો વળી ઘણાં ડોક્ટરોએ વધુ પડતાં ડોક્યૂમેન્ટેશનને લઈને અવગણના કરી છે. આ અંગે ડો.સરિન જણાવે છે કે આ પ્રસ્તાવ 2010થી મૂકવામાં આવ્યો છે. તો વળી ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશનના સ્થાપક ડૉ.મનિશ જંગરાએ જણાવ્યું હતું કે દરેક તબીબે રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. પરંતુ આમ કરવાથી સ્ટેટ કાઉન્સિલની સ્વાયતતા જોખમાશે. આ અંગે દિલ્હી મેડિકલ કાઉન્સિલના ડૉ.અરુણ ગુપ્તાએ જણાવ્યું હતું કે ઘણાં રાજ્યો એવા પણ છે જ્યાં આ પ્રકારની કોઈ વ્યવસ્થા જ નથી જેના કારણે ગમે તેવા લોકો મેડિકલ ક્ષેત્રે કાર્યરત હતા. આવા રજીસ્ટ્રેશન આવવાથી સાચા ડિગ્રીઓ ધરાવતા ડોક્ટરોને રક્ષણ મળશે.
Advertisement