રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસ 100ની અંદર આવી ગયા છે. છેલ્લા બે મહિનાથી કોરોનાનો આંક સતત વધવાને કારણે આરોગ્ય વિભાગને મોટી લહેર અને નવા વેરિયન્ટના આવવાથી થયેલા બદલાવની આશંકા હતી. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના ઘટી ગયેલા દર્દીઓથી આરોગ્ય તંત્રએ શાંતિનો શ્વાસ લીધો છે.
Advertisement
Advertisement
ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. રાજ્યમાં ગઈકાલે સાંજ સુધીમાં કોરોનાના 88 નવા કેસ નોંધાયા છે. જો કે હમણાંથી રોજ 100ની અંદર આંકડો આવે છે જે નહિવત્ત કહી શકાય. આજે 180 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા હતા જ્યારે હાલમાં છ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.
રાજયમાં ગઈકાલે કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કોરોનાના કુલ 854 એક્ટિવ કેસ છે. જેમાંથી છ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 848 દર્દીઓ હાલ સ્થિર છે અને સારવાર હેઠળ છે. કોરોનાના અત્યાર સુધીમાં 12,78,840 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11074 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
Advertisement