અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલને હમણાં જ એક સીએસઆર પ્રોજેક્ટ અંતર્ગત 1.28 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. ખાનગી કંપની દ્વારા આપવામાંઆવેલા 1.28 કરોડ રૂપિયા અત્યાર સુધીનું સૌથી મોટું દાન છે જેના થકી 25 લાખની કિંમતનું વીડિયો ગેસ્ટ્રોરોસ્કોપી મશીન લાવવામાં આવશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા 1.28 કરોડ રૂપિયામાંથી બાળરોગ સર્જરીના સચોટ નિદાન માટે સાધન 25 લાખની કિંમતનું વીડિયો ગેસ્ટ્રો રોસ્કોપી મશીન મળી રહેતા બાળકોનેવીડિયો ગેસ્ટ્રો સ્કોપની સુવિધા વધશે.
અત્યાર સુધી બાળકોને આ માટે બહાર મોકલવા પડતા હતા. રૂપિયા 23 લાખની કિંમતના હાઈ ફ્રિકવન્સીથી કામ કરતાં અને સચોટ નિદાન અને સારવાર મળી રહે એ માટે આ સુવિધા આવશ્યક હતી જે પૂરી થઈ. આ ઉપરાંત આ દાનમાંથી 6 લાખ રૂપિયાના બેમેડિકલ ગ્રેડ મોનીટર મળતા તેને પરિણામે દરેકે દરેક સર્જરીનું રેકોર્ડિંગ થઈ શકશે અને મેડિકલના વિદ્યાર્થીઓ માટે તે ઉપયોગી બનશે.
એ ઉલ્લેખનીય છે કે બે જ મહિનામાં આ સાધનોની ખરીદી પૂર્ણ થઈ હતી. આ અંગે દાતાએ જણાવ્યું હતું કે આજે દેશની વિવિધ ખાનગી હોસ્પિટલમાં ખૂબ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સુવિધાઓ મેળવવાની પ્રક્રિયા લાંબી હોય છે. કેટલીકવાર મહિનાઓ નીકળી જતા હોય છે. CSRના માધ્યમથી આ મહિનામાં તમામ સાધનોની ખરીદી પૂર્ણ થઈ છે.
Advertisement
Advertisement
Advertisement