ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સામાન્ય રીતે મુશ્કેલથી જન્મેલા બાળકોમાં જોવા મળતો એર્બ્સ પાલ્સી (નવજાત શિશુના હાથનો લકવો) જેવી સ્થિતિવાળી એક બાળકીને સતત છ મહિના સુધી ફિઝિયોથેરાપી આપી લકવાગ્રસ્ત હાથને મૂળ સ્થિતિમાં લાવી દીધો અને હાથના સંપૂર્ણ રીતે સ્વસ્થ થયો છે.
હોસ્પિટલના ફિઝિયોથેરાપીસ્ટના જણાવ્યા અનુસાર, ભુજની ત્રણ વર્ષની બાળકી અમૂલ ખેરનો જન્મ અતિ મુશ્કેલ સ્થિતિમાં થયો હોવાથી તેના એક હાથમાં લકવા જેવી હાલત એટલે કે એર્બ્સ પાલ્સી જેવી પરિસ્થિતિ હતી, જેમાં હાથ ઊંચો-નીચો ન થાય ઉપરાંત બાળક કોઈની આંગળી પણ પકડી શકે નહીં. જેનું કારણ હાથની નસો ઉપર આવતું દબાણ હોય છે જે જન્મ સમયે ડિફિકલ્ટ ડિલિવરીને કારણે કોઈ ઈજાથી થાય છે.
ફિઝિયોથેરાપીસ્ટ ડો.દીતિ ઠક્કર અને ડો. શિવાની શાહે જણાવ્યું કે આવા તમામ લક્ષણો દીકરીમાં હતા. જેનો ઈલાજ મોટાભાગે ફિઝિયોમાં એટલે કે કસરતમાં રહેલો છે. બાળકીને કસરત ઉપરાંત ઈલેક્ટ્રિકલ્સ સ્ટીમ્યુલેશન આપવામાં આવ્યું હતું.
બાળકીના માતાપિતાએ પણ પૂરતો સહકાર આપી સારવાર ચાલુ રાખી અને છ મહિના સુધી ધીરજ જાળવી જેનું સફળ પરિણામ મળ્યું છે.
Advertisement