Google Pixel Watch ને અંતે Made by Google 2022 ઇવેન્ટમાં લૉન્ચ કરી દીધી છે. કંપનીએ આ ઇવેન્ટમાં પિક્સલ 7 પ્રો અને પિક્સલ 7 સ્માર્ટફોન પરથી પરદો ઉઠાવ્યો છે. પિક્સલ વૉચ ગૂગલની પ્રથમ સ્માર્ટવૉચ છે જે Googleની બ્રાન્ડિંગ સાથે આવે છે. નવી ગૂગલ પિક્સલ વૉચમાં Wear OS પ્લેટફોર્મ આપવામાં આવ્યુ છે. પિક્સલ વૉચમાં સર્કુલ ડોમ ડિઝાઇનની સાથે એલટીઇ અને વાઇફાઇ ઓપ્શન મળે છે. પિક્સલ વૉચને ભારતમાં લૉન્ચ કરવા સાથે જોડાયેલી કોઇ જાણકારી નથી.
Advertisement
Advertisement
Google Pixel Watch Price
ગૂગલ પિક્સલ વૉચના વાઇ-ફાઇ મોડલની કિંમત 349 ડૉલર (આશરે 28,700 રૂપિયા) છે. બીજી તરફ 4G LTE વેરિયન્ટના ભાવ 399 ડૉલર (આશરે 32,800 રૂપિયા) છે. પિક્સલ વૉચને બ્લેક, સિલ્વર અને ગોલ્ડ કલરમાં લૉન્ચ કરવામાં આવી છે.
સ્ટ્રૈપની વાત કરીએ તો ગૂગલ પિક્સલ વૉચ માટે સ્ટ્રૈપને લેમનગ્રાસ, ઓલિવ, રેડ, ગ્રે, બીજ અને ગ્રીન કલરમાં લેવામાં આવી શકે છે. વૉચ હવે અમેરિકામાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે.
Google Pixel Watch Features And Specifications
ગૂગલ પિક્સલ વૉચમાં 1.6 ઇંચ સર્કુલર ડિસપ્લે છે. ફોનમાં ડિસપ્લેની ચારે તરફ બેજલ પણ મળે છે. ગૂગલ પિક્સલ વૉચમાં Wear OS મળે છે. જેમાં ગૂગલ આસિસ્ટન્ટ, મેપ્સ, વોલેટ, Services અને Play Store જેવી એપ મળે છે. પિક્સલ વૉચમાં Wear OS ખાસ કરીને વૉચને સર્કુલર ડિઝાઇન માટે ઓપ્ટિમાઇઝ કરવામાં આવી છે. ગૂગલે કહ્યુ હતુ કે HOME એપને પણ જલ્દી Wear OS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ગૂગલ પિક્સલ વૉચની સૌથી મહત્વની ખાસિયત આ છે કે તેમાં આપવામાં આવેલા ફિટનેસ અને હેલ્થ સાથે જોડાયેલા ફીચર્સ, પિક્સલ વૉચ Fitbit ઇંટિગ્રેશન સાથે આવે છે. જેમાં HR મોનિટર, સ્લીપ ટ્રેકિંગ અને એક્ટિવ ઝોન મિનિટ્સ આપવામાં આવ્યા છે. આ વૉચ મલ્ટીપલ વર્કઆઉટ અને સ્પોર્ટ્સ મોડ સપોર્ટ કરે છે. આ સિવાય વૉચમાં બિલ્ટ-ઇન GPS પમ છે એટલે કે ફોનના વગર જ આઉટડોર એક્ટિવીટ ટ્રેક કરવામાં આવી શકે છે.
બેટરી લાઇફની વાત કરીએ તો પિક્સલ વૉચને લઇને દાવો છે કે તેની બેટરી આખો એક દિવસ સુધી ચાલી જશે. આ વૉચમાં એક ઇંટિગ્રેટેડ માઇક અને સ્પીકર છે જેનાથી વૉચથી જ કોલ ડાયલ અને રિસીવ થઇ શકે છે. આ વૉચમાં મલ્ટીપલ વૉચ ફેસ, ગોરિલ્લા ગ્લાસ5, ટાઇલ્સ, મોબાઇલ નોટિફિકેશન મિરરિંગ, કલર થીમ, સ્લીપ ટ્રેકિંગ જેવા મોડ મળે છે.
Advertisement