ટ્વિટર પછી હવે ફેસબુક અને ઇંસ્ટાગ્રામના બ્લૂ ટિક વેરિફિકેશન માટે પૈસા આપવા પડશે. મેટાએ યૂઝર પ્રોફાઇલ પર બ્લૂ બેજ માટે પેડ સર્વિસ લૉન્ચ કરી છે. વેબ પર બ્લૂ બેજ માટે 11.99 ડૉલર (લગભગ 900 રૂપિયા) પ્રતિ મહિને આપવા પડશે જ્યારે એપલના iOS સિસ્ટમ પર બ્લૂ બેજ માટે 14.99 ડૉલર (લગભગ 1,240 રૂપિયા) દર મહિને આપવા પડશે, જેની જાણકારી મેટા CEO માર્ક ઝકરબર્ગે ફેસબુક પોસ્ટ દ્વારા આપી છે.
Advertisement
Advertisement
ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં આ અઠવાડિયે સર્વિસ શરૂ થઇ જશે
આ અઠવાડિયે આ સર્વિસ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં મળવા લાગશે. જલ્દી અન્ય દેશમાં પણ આ સર્વિસ શરૂ થશે. બ્લૂ ટિક સબ્સક્રિપ્શન લેનારા યૂઝર્સ એક સરકારી આઇડી સાથે પોતાની પ્રોફાઇલ વેરિફાઇડ કરાવી શકશે. સબ્સક્રિપ્શન લેનારા યૂઝર્સને વધારાની સુરક્ષા આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને વ્હોટ્સએપ આ ત્રણેયની મુખ્ય કંપની મેટા છે. ભારતમાં આ સર્વિસ ક્યારે શરૂ થશે તેની જાણકારી સામે આવી નથી.
બ્લૂ ટિક સાથે મળશે સુરક્ષા
ઝકરબર્ગે પોસ્ટમાં કહ્યુ કે હવે ગ્રાહક પૈસા આપીને માત્ર બ્લૂ ટિક જ નહી પણ સમાન આઇડી ધરાવતા ફેક એકાઉન્ટથી પણ સુરક્ષા મેળવી શકશે અને યૂઝર્સની કસ્ટમર સપોર્ટ સુધી સીધી પહોચ હશે, તેમણે કહ્યુ કે આ નવુ ફીચર ફેસબુક અને ઇંસ્ટાગ્રામ સેવામાં પ્રમાણિકતા અને સુરક્ષા વધારવા માટે છે. હજુ કેટલાક દિવસ પહેલા જ ટ્વિટરે પણ ભારતમાં બ્લૂ સર્વિસની શરૂઆત કરી છે.
પ્રોફાઇલ માટે છે મેટા વેરિફાઇડ
ઘણા સમયથી મેટાના પેડ બ્લૂ ટિકના સમાચાર આવતા રહ્યા હતા. TechDroiderએ પણ એક સ્ક્રીનશૉટ શેર કરતા કહ્યુ હતુ કે આ સર્વિસ માત્ર પ્રોફાઇલના વેરિફાઇ કરવા માટે હશે પેજ માટે નથી. હવે મેટાના પ્રમુખ માર્ક ઝકરબર્ગે મેટા વેરિફાઇડ સર્વિસની ઓફિશિયલ જાહેરાત કરી તો સ્પષ્ટ થઇ ગયુ કે આ સર્વિસ પ્રોફાઇલ વેરિફાઇડ કરવા માટે છે, પેજ માટે નથી.
પેડ સર્વિસ પહેલા સુધી મફતમાં આવતુ હતુ બ્લૂ ટિક
બ્લૂ ટિક માટે પેડ સર્વિસ લૉન્ચ કર્યા પહેલા સુધી ટ્વિટર, ફેસબુક અને ઇંસ્ટાગ્રામ પર વેરિફિકેશ માટે મફતમાં બ્લૂ ટિક આપવામાં આવતુ હતુ. ટ્વિટરના બ્લૂ ટિકને લેગેસી બ્લૂ ટિક કહેવામાં આવતુ હતુ. આ ટિક ક્રિએટર્સ, જાણીતી હસ્તીઓ, પત્રકારો, સરકારી એકાઉન્ટ, કંપનીઓ અને બ્રાન્ડ્સના અસલી એકાઉન્ટને ઓળખવા માટે મફતમાં આપવામાં આવતુ હતુ. ટ્વિટરના એલન મસ્કે કહ્યુ કે ધીમે ધીમે તમામના લેગેસી બ્લૂ ટિક હટાવી દેવામાં આવશે.
Advertisement