લાઇફસ્ટાઇલ ડેસ્ક: ખરાબ લાઇફ સ્ટાઇલ કેટલીક મોટી બીમારીઓને કારણે થાય છે. છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના લોકોના અચાનક મોતના સમાચાર બધાને ડરાવી નાખે છે. સારી ઉંઘ, સારૂ ભોજન, એક્ટિવ રહેવુ અને સ્ટ્રેસ ના લેવુ કેટલાક એવા ફેક્ટર્સ છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. સમયની કમીને કારણે લોકો બહારથી ઓર્ડર કરીને ભોજન કરે છે, એક્ટિવ રહી શકતા નથી, નેચર સાથે સમય પણ નથી વિતાવી શકતા. અહી કેટલીક એવી ટિપ્સ છે જેને ડેલી લાઇફમાં અપનાવીને તમે સારી લાઇફસ્ટાઇલની શરૂઆત કરી શકો છો.
Advertisement
Advertisement
હેલ્થને લઇને દરેક કોઇ ફિકર કરે છે પરંતુ હેલ્ધી રહેવા માટે એફર્ટ્સ મોટાભાગના લોકો નથી કરતા. ફિટનેસ એક્સપર્ટે પોતાના ટ્વિટર હેન્ડલ પર કેટલીક એવી હેલ્થ ટિપ્સ આપી છે જે તમારી માટે સારી બની શકે છે.
ઉંઘવા માટે 3-2-1 રીત અપનાવો
ઉંઘવાના 3 કલાક પહેલા ભોજન કરી લો, તે પછી કઇ ના ખાવો તો ઉંઘ આવી જશે. જો તમને રાત્રે ટોઇલેટ આવે છે તો ઉંઘવાના 2 કલાક પહેલા લિક્વિંડ ના લો, 1 કલાક પહેલા સોશિયલ મીડિયા, ઇમેલ અથવા મોબાઇલ ફોનથી અંતર જાળવો.
જો તમે સાંજે અથવા દિવસે વર્કઆઉટનો સમય કાઢી શકતા નથી તો સવારે સૌથી પહેલા એક્સરસાઇઝ કરી લો, તેનાથી તમને આખો દિવસ એનર્જી મળશે અને ખુશી પણ થશે કે તમે એક જરૂરી કામ પુરૂ કર્યુ.
જ્યાર સુધી તમે વર્કઆઉટ નથી કરતા તો દિવસના સમયે કાર્બોહાઇડ્રેટ ભોજનથી તમને ઉંઘ આવી જશે, માટે દિવસે પ્રોટીન ખાવો અને કાર્બોહાઇડ્રેટને મોડા ખાવો. દિવસની શરૂઆત પ્રોટીનથી કરો.
નાકથી ડીપ બ્રીડિંગ કરો, તેનાથી તમારો સ્ટ્રેસ ઓછો થશે અને શરીરમાં ઓક્સીજન વધશએ સાથે જ ઉંઘ પણ સારી આવે છે.
Advertisement