High Choleterol: શિયાળામાં જીવનશૈલીમાં ઘણો બદલાવ આવે છે. જો તમને તમારી પથારીમાંથી ઉઠવાનું મન થતું નથી તો તમે કસરત નથી કરી શકતા. ચા, પકોડા, મીઠાઈઓ, તેલ અને ઘીથી ભરેલા રોટલા અને પરાઠા આહારનો ભાગ બની જાય છે અને શરીરનું વજન વધવા લાગે છે.
આ બધી વસ્તુઓ કોલેસ્ટ્રોલ વધારનારી સાબિત થાય છે. શરીરનું કોલેસ્ટ્રોલ (Bad Cholesterol) વધે છે ત્યારે રક્તવાહિનીઓ બ્લોક થવા લાગે છે જેના કારણે લોહીનો પ્રવાહ અવરોધાય છે અને તે શરીરના જુદા જુદા ભાગો સુધી પહોંચી શકતો નથી. જેના કારણે હાથ-પગમાં દુખાવો અને સ્ટ્રોકની સાથે હાર્ટ એટેક આવવાની પણ શક્યતા રહે છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને કોલેસ્ટ્રોલ ઘટાડવા પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આવી જ કેટલીક બાબતો અમે તમને જણાવી રહ્યા છીએ જેને ધ્યાનમાં રાખીને કોલેસ્ટ્રોલ ઘટાડવાના પ્રયાસો કરી શકાય છે.
અમુક વસ્તુઓ ખાવાનું ટાળો
શિયાળામાં ખાવા માટે વાનગીઓ અને સ્વાદિષ્ટ વસ્તુઓ ચોક્કસ મળે છે, પરંતુ તેનાથી બચવું પણ જરૂરી છે. લાલ માસ અને ડેરીના ઉત્પાદનોમાં વધુ ફેટ્સ હોય છે, તેનાથી દૂર રહો. ટ્રાન્સફેટ ધરાવતી વસ્તુઓ બજારમાંથી ખરીદવામાં આવેલી મફિન્સ, કેક અને ઈંડાની જરદી હોય છે તેને ઓછી ખાઓ.
એક્ટિવ બનો
આળસ છોડીને એક્ટિવ થવુ ઘણુ જરૂરી છે. આ મોસમમાં વજન વધારે વધવા લાગે છે એવામાં એક્ટિવ થવામાં જ ભલાઇ છે. એક્ટિવ રહેવાને કારણે વજન સામાન્ય રહેશે અને બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ઓછી કરવામાં પણ મદદ મળશે. અઠવાડિયામાં ઓછામાં ઓછા અઢી કલાક વૉક કરો. દિવસમાં પણ જ્યારે સમય મળે ત્યારે થોડુ ઘણુ ચાલવુ જોઇએ.
મીઠી વસ્તુ ના ખાઓ
હલવો, મીઠાઇ અને રબડી જેવી વસ્તુઓ ખાવાથી દૂર રહેવુ જોઇએ, તેની જગ્યાએ ભોજનમાં પ્રોટીન, હેલ્થી ફેટ્સ, વિટામિનથી ભરપૂર વસ્તુઓને સામેલ કરો. આ વસ્તુને સામેલ કર્યા બાદ તમારુ સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે.
કૉલેસ્ટ્રોલ વધારો
સારા કોલેસ્ટ્રોલને વધારવા માટે તમારા આહારમાં ઓમેગા -3 ફેટી એસિડ અને તંદુરસ્ત ચરબીવાળા ખોરાકનો સમાવેશ કરો. બદામ, લીલા શાકભાજી, ઓટમીલ અને કઠોળ વગેરે ખાવાનું શરૂ કરો. આ વસ્તુઓ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરશે અને બ્લડ પ્રેશરનું સ્તર પણ સામાન્ય રહેશે.