ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. જમ્મુ કાશ્મીરથઈ લઇને ઉત્તરાખંડ સુધી હિમાલય બરફથી ઢંકાયેલુ છે. આવી જ તસવીરો ઉત્તરાખંડના પવિત્ર બદ્રીનાથ ધામમાં જોવા મળી રહી છે. અહી પહાડ બરફથી ઢંકાઇ ગયા છે અને તાપમાન પોતાના નીચલા સ્તર પર પહોચી ગયો છે.
Advertisement
ઠંડની શરૂઆત થતા જ ચાર ધામ યાત્રા બંધ થઇ જાય છે અને ધામના કપાટ ગરમીની શરૂઆત પછી જ ખુલે છે. હવામાનની પ્રથમ બરફવર્ષા પછી જ બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાઇ જાય છે. બદ્રીનાથની આવી જ કેટલીક તસવીરોને કેમેરામાં કેદ થઇ છે.
બદ્રીનાથ ધામનો આખો વિસ્તાર બરફથી ઢંકાયેલો છે. મકાન, પોલીસ સ્ટેશન સહિત બધુ ઠંડીમાં જામી ગયુ છે. જે રસ્તા પર યાત્રા દરમિયાન શ્રદ્ધાળુ અને પ્રવાસીઓની ભીડ હોય છે ત્યા હવે બધુ બરફથી ઢંકાયેલુ છે.
બદ્રીનાથ મંદિરની સાથે સાથે આસપાસ બનેલી ઝીલનું પાણી પણ ઠંડીમાં જામી ગયુ છે. આ તસવીરો જોઇને કાશ્મીરની ડલ ઝીલની યાદ આવી જાય છે. રસ્તા પર બરફ જામી જવાને કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઇ ગયો છે અને દૂર દૂર સુધી કોઇ માણસ પણ જોવા મળતો નથી.