WhatsApp Android અને iOS બંને માટે એક મોટું અપડેટ લાવ્યું છે. આ એક એવું અપડેટ છે જેની ઘણા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કેટલાક લોકો એવું પણ ઇચ્છતા હતા કે ગોપનીયતાને કારણે આ પ્રકારનું કોઈ અપડેટ લાવવામાં ન આવે. વાસ્તવમાં વોટ્સએપનું નવું અપડેટ યુઝર્સને ચાર ફોનમાં એક એકાઉન્ટનો ઉપયોગ કરવાની સુવિધા આપી રહ્યું છે. અત્યાર સુધી યુઝર્સને ડેસ્કટોપ અને લેપટોપ જેવા વિવિધ ડિવાઇસ પર એક એકાઉન્ટનો ઉપયોગ કરી શકતા હતા પરંતુ ફોન પર નહીં. જોકે હવે બધું બદલાઈ જશે.
નવા ફીચરનો શું ફાયદો થશે?
પહેલા યુઝર્સ માત્ર એક ફોનમાં વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ હવે તેઓ ચાર ફોનમાં વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. આ માટે યુઝર્સને સાઈન આઉટ કરવાની પણ જરૂર નહીં પડે અને બીજા ફોનમાં વોટ્સએપ ખોલવાથી ચેટ લોસ પણ નહીં થાય. નવા ફીચરથી ખાસ કરીને નાના વેપારીઓને ફાયદો થશે. આ સુવિધા સાથે તમારા કોઈપણ કર્મચારી હવે તે જ WhatsApp બિઝનેસ એકાઉન્ટમાંથી ગ્રાહકોને જવાબ આપી શકશે.
એક કરતાં વધુ ફોન પર એક WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો?
તમે તમારા ફોનને વધુમાં વધુ ચાર વધારાના ડિવાઇસ સાથે લિંક કરી શકો છો. લિંક કરવાની પ્રક્રિયા એ જ છે જે રીતે તમે WhatsAppને ડેસ્કટોપ સાથે લિંક કરો છો.
તમારા ફોન પર WhatsApp ખોલો.
More Options > લિંક કરેલ ડિવાઇસ પર ટૅપ કરો.
Link a device પર ટેપ કરો.
તમારા પ્રાથમિક ફોનને અનલૉક કરો.
તમે જે ડિવાઇસને લિંક કરવા માંગો છો તેની સ્ક્રીન પર તમારા ફોનને નિર્દેશ કરો અને QR કોડ સ્કેન કરો.
હવે તમારા બીજા ફોનમાં WhatsApp ખુલશે.
Advertisement