WhatsApp: થોડા દિવસો પહેલા ટ્વિટરના એક એન્જિનિયરે WhatsApp પર આરોપ લગાવ્યો હતો. એન્જિનિયરે કહ્યું કે જ્યારે તે સૂતો હતો ત્યારે WhatsApp તેના માઇક્રોફોનને એક્સેસ કરી રહ્યું હતું. અસુરક્ષાના દૃષ્ટિકોણથી એન્જિનિયરે વોટ્સએપ પર આ આરોપ લગાવ્યો હતો. યુઝરે આડકતરી રીતે પ્લેટફોર્મ પર સાયલન્ટ જાસૂસીનો આરોપ લગાવ્યો હતો. આ આરોપે લોકો અને મીડિયા બંનેનું ધ્યાન ખેંચ્યું. મસ્કે પણ ટ્વિટ કર્યું હતું કે વોટ્સએપ પર વિશ્વાસ કરી શકાય નહીં. આ બધા પછી વ્હોટ્સએપે તેના ઓફિશિયલ એકાઉન્ટ પરથી ટ્વિટ પણ કર્યું હતુ.
વોટ્સએપે આ જવાબ આપ્યો
ટ્વિટર એન્જિનિયર વતી આક્ષેપો કર્યા પછી વોટ્સએપે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને જવાબ આપવો પડ્યો. વોટ્સએપે કહ્યું કે આ બગને કારણે થયું છે. વોટ્સએપ ગુપ્ત રીતે યુઝર્સ પર નજર રાખતું નથી. પ્લેટફોર્મે જાણ કરી છે કે એન્ડ્રોઈડ સિસ્ટમમાં પ્રાઈવસી ડેશબોર્ડ સાથેનો બગ તેનું કારણ છે. વોટ્સએપે એમ પણ કહ્યું કે તેઓ આની તપાસ કરવા અને તેને ઠીક કરવા માટે ગૂગલનો સંપર્ક કરી રહ્યા છે.
ગૂગલે શું કહ્યું?
એક જાણીતી ટેક ન્યૂઝ અને રિવ્યુ વેબસાઈટ Engadget અનુસાર, Google પ્રવક્તાએ પણ પુષ્ટી કરી છે કે WhatsApp યુઝર્સને અસર કરતો અહેવાલ, જેના પરિણામે પ્રાઈવસી ડેશબોર્ડમાં ખોટી પ્રાઈવસી સાઈન અને નોટિફિકેશન આવે છે, તે એન્ડ્રોઈડ બગ છે. આ બગને કારણે યુઝર્સને લાગ્યું કે એપ્લિકેશન તેમના માઇક્રોફોન અથવા ડિવાઇસ કેમેરાને ઍક્સેસ કરી રહી છે જ્યારે તેમ નથી. ગૂગલે યુઝર્સને ખાતરી આપી છે કે તેઓ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના નવા અપડેટમાં આ સમસ્યાના ઉકેલ માટે સક્રિય રીતે કામ કરી રહ્યા છે.
Advertisement