ટ્વિટરને તેના નવા CEO મળ્યા છે. ઈલોન મસ્ક લિન્ડા યાકારિનોના સ્થાને ટ્વિટરના સીઈઓ બન્યા છે. તેમના પહેલા પરાગ અગ્રવાલ ટ્વિટરના સીઈઓ હતા. જો પરાગ અગ્રવાલ સાથે તુલના કરીએ તો લિન્ડા યાકારિનો નબળી પડી રહી છે. ટ્વિટર મિડિયા પર લોકો લિન્ડાને ઈલોન મસ્કના હાથની કઠપૂતળી અથવા રબર સ્ટોપ કહી રહ્યા છે. તેનું કારણ એ છે કે લિન્ડાએ ઈલોન મસ્ક સાથે પાવર શેર કરવા પડશે.
અગાઉ પરાગ અગ્રવાલ ટ્વિટર પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવતા હતા. પરંતુ લિન્ડા ટ્વિટર સીઈઓ તરીકે બિઝનેસ ઓપરેશન્સ પર કામ કરશે. જ્યારે ઈલોન મસ્ક ટ્વિટર પ્રોડક્ટ ડિઝાઈન અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે.
કોણ છે લિન્ડા
લિંક્ડઈન પ્રોફાઈલ મુજબ ટ્વિટર સીઈઓ બનતા પહેલા લિન્ડાએ એનબીસી યુનિવર્સલ ખાતે ગ્લોબલ એડવર્ટાઈઝિંગ અને પાર્ટનરશિપ ચેરમેન તરીકે સેવા આપી હતી, જે પદ તેણીએ 2011થી સંભાળ્યું હતું. લિન્ડા પેન સ્ટેટ યુનિવર્સિટીની વિદ્યાર્થિની રહી ચૂકી છે. તેણે કોમ્યુનિકેશન અને લિબરલ આર્ટ્સનો અભ્યાસ કર્યો છે.
લિન્ડાની ટ્વિટર પ્રોફાઈલ અનુસાર, તે ટ્વિટર પર બહુ એક્ટિવ નથી. ટ્વિટર સીઈઓ બનતા પહેલા લિન્ડા માત્ર 7000 ફોલોઅર્સ હતા. જોકે સીઈઓ બન્યા બાદ ફોલોઅર્સની સંખ્યા વધીને 2 લાખથી વધુ થઈ છે. લિન્ડા દ્વારા ટ્વિટર પર ઘણી પોસ્ટ કરવામાં આવી નથી. પરંતુ અપેક્ષા છે કે સીઈઓ બન્યા બાદ તે ટ્વિટર પર વધુ સક્રિય થશે.
Advertisement