એલ.ડી.કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં ‘કાઇઝેન‘ ઇવેન્ટમાં છેલ્લાં વર્ષના સ્ટુડન્ટ્સ દ્વારા તૈયાર કરાયેલ પ્રોજેક્ટની ડિસપ્લે કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટમાં આઇસી ડિપાર્ટમેન્ટના ગૌરવ મિશ્રા અને કુશદિપસિંહ ડડિયાલાએ ટેકનોલોજીની મદદથી ખેતીને લઇને તૈયાર કરેલ પ્રોજેક્ટ ફર્સ્ટ વિનર બન્યો છે. આ વિશે ગૌરવ મિશ્રા અને કુશદિપસિંહે કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગ તેમજ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઇને ખેતી લાયક જમીન ઓછી થઇ રહી છે સાથે પાણીનું જળસ્તર ઊંડા જઇ રહ્યા છે. આવનારા ૧૦ વર્ષમાં ખેતી માટે જમીન મળવી પણ મુશ્કેલ બનવાની શક્યતા છે ત્યારે ઓછા પાણીમાં ખેતી થાય અને એક જ ખેતીમાં પાંચથી વધારે પાક લઇ શકાય તે માટે ‘ન્યુ જનરેશન ઓટોમેશન એગ્રીકલ્ચર ટેકનોલોજી‘થી પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. પ્રોજેક્ટમાં અમે માટીની જગ્યાએ કોકોપીટનો ઉપોગ કરીને તેમાં કોઇપણ પાક કે શાકભાજીની ખેતી થઇ શકે છે. ઓટોમેશન એગ્રીકલ્ચર ટેકનોલોજીથી થતા પાકમાં હાલમાં વપરાતા પાણીની જગ્યાએ માત્ર ૨૦ ટકા પાણીથી જ તૈયાર થઇ જાય છે અને પાકના ઉત્પાદનમાં ઘણો વધારો થાય છે. આ પ્રકારે તૈયાર થતા પાકમાં કોઇ જંતુનાશક દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો ન હોવાથી જે તે ફૂડ હેલ્ધી હોય છે. જમીન વિના ઘરની કોઇપણ જગ્યામાં યોગ્ય વાતાવરણ પ્રમાણે મૂકીને ખેતી કરી શકાય છે. ઓટોમેશન પ્રોજેક્ટમાં કેમેરા મૂકેલા છે જેનાથી કોઇપણ જગ્યાએ હોઇએ તેમ છતાં તેના ફોટો પાડીને તેના વિશેની માહિતી આપે છે. જમીન વિના અને આંશિક પાણીથી ખેતી થવાથી આવાનારા સમયમાં એક નવી દિશા મળશે અને લોકો ઘરે પોતાની જરૂરિયાત મુજબ ખેતી કરશે.
Advertisement
Advertisement
Advertisement