શું તમારા સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ સ્લો ચાલી રહ્યુ છે? ફોનના સેટિંગમાં કેટલાક પરિવર્તન કરીને તમે આની સ્પીડ વધારી શકો છો. આ માટે તમારે સ્લો ઈન્ટરનેટનું કારણ જાણવુ પડશે.
જો આ તકલીફ તે એરિયામાં હાજર નેટવર્ક સાથે સંબંધતિ છે, તો ફોનની સેટિંગથી કંઈ ખાસ અસર પડશે નહીં, પરંતુ તમે અમુક ટ્રિક્સ ટ્રાય કરી શકો છો.
સૌથી પહેલા તમારે ફોનનુ Cache ક્લિયર કરવુ જોઈએ. જેના કારણે ફોન હેવી થઈ જાય છે અને ઈન્ટરનેટ સ્પીડ સારી થયા બાદ પણ ફોન સ્લો કામ કરે છે. દરમિયાન તમે સેટિંગમાં જઈને Cache ક્લિયર કરી શકો છો. આવુ કરવાથી તમારા ફોન અને ઈન્ટરનેટ બંનેની સ્પીડ પહેલા કરતા સારી થઈ જશે.
બિનજરૂરી એપ્સને બંધ કરી દો. આનાથી પણ તમારા ફોનની ઈન્ટરનેટ સ્પીડ વધશે. કારણ કે બ્રેકગ્રાઉન્ડમાં એક્સિવ એપ્સ પણ ઈન્ટરનેટ યૂઝ કરતા રહેતા હોય છે. આ એપ્સના કારણે પણ ઘણીવખત ઈન્ટરનેટ સ્લો થઈ જાય છે. દરમિયાન તમે બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલા એપ્સને બંધ કરીને ઈન્ટરનેટ સ્પીડ ટ્રાય કરી શકો છો.
એપ્સના અપડેટને પણ બંધ કરી શકો છો. જ્યારે નેટ સ્લો ચાલી રહ્યુ હોય અને કોઈ એપ ઓટો-અપડેટ પર હોય તો તેના કારણે પણ ઈન્ટરનેટ સ્લો ચાલે છે. તમે અપડેટ ઓફ કરી શકો છો.
ઘણી વખત સ્લો ઈન્ટરનેટના કારણે બ્રાઉઝરમાં કોઈ પેજ ઓપન થતુ નથી. આવી સ્થિતિમાં તમે લાઈટ વર્ઝન વાળુ બ્રાઉઝર યૂઝ કરી શકો છો, જેનાથી પેજ ઝડપથી ઓપન થઈ જશે.
જો મુશ્કેલી નેટવર્ક સાથે છે તો તમે સેટિંગને રિસેટ કરી શકો છો. આનાથી પણ મદદ મળશે. આ માટે તમારે નેટવર્ક ઓપરેટરમાં જઈને મેન્યુઅલી નેટવર્ક સેટ કરવુ પડશે.
Advertisement