એપલ ફેસ્ટિવ સીઝન સેલ 26 સપ્ટેમ્બરથી લાઇવ થઇ ગયો છે. કંપની આઇફોન, મેક્સ, આઇપેડ જેવા પ્રોડક્ટને 7 હજાર રૂપિયા સુધીની ઇંસ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર મળી રહ્યુ છે. સેલ દરમિયાન ગ્રાહકોને Iphone 14 સીરિઝ, આઇફોન 13, આઇફોન 13 મિની, એરપૉર્ડ્સ મેક્સ, આઇપેડ પ્રો અને કેટલાક એપલ પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે.
Advertisement
Advertisement
સેલ દરમિયાન જો ગ્રાહક HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ અથવા અમેરિકન એક્સપ્રેસ કાર્ડથી ખરીદી કરે છે તો તેમણે તમામ પ્રોડક્ટ પર 41,900 રૂપિયાથી વધારના ઓર્ડર પર 7 હજાર રૂપિયા સુધીનું ઇંસ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ સિવાય ગ્રાહકોને No-Cost EMIનું ઓપ્શન પણ મળશે.
એપલ. કૉમ/in પર iPhone 14 સીરિઝ 79,900 રૂપિયાની શરૂઆતની કિંમત પર આપવામાં આવી રહ્યુ છે. સેલ દરમિયાન iPhone 14, 14 Plus, 14 Pro અને 14 Pro Max પર 7 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે, જે 7 હજાર રૂપિયા સુધીનું છે.
આ સિવાય સેલમાં આઇફોન 13, આઇફોન 13 મિની, આઇફોન SE અને આઇફોન 12 પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. આ સિવાય સેલમાં એપલ, આઇપેડ, મેક્સ અને એપલ વૉચ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે.
Apple વેબસાઇટથી ખબર પડી છે કે ફેસ્ટિવલ સેલ ઓફર 26 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર વચ્ચેની ખરીદી પર વેલિડ છે. સાથે જ એમ પણ કહેવામાં આવ્યુ કે ઓફરને Apple Store For Education અને Employee Purchase પ્લાન સાથે જોડી નથી શકાતુ.
Advertisement