દેશમાં બુલેટ પ્રેમીઓની સંખ્યા વધી રહી છે. ગત મહિનામાં રોયલ એનફિલ્ડના વેચાણમાં જબરદસ્ત 53 ટકાનો વધારો જોવા મળ્યો છે. આમાં બુલેટ 350ccની સૌથી વધુ માંગ હતી. વેચાણ પર નજર કરીએ તો, રોયલ એનફિલ્ડે ઓગસ્ટમાં કુલ 70,112 બાઇકનું વેચાણ કર્યું હતું, જે એક વર્ષ અગાઉ 45,860 હતું. ખાસ વાત એ છે કે રોયલ એનફિલ્ડને સ્થાનિક વેચાણથી લઈને નિકાસ સુધીના તમામ સેગમેન્ટમાં આગવું સ્થાન મળ્યું છે.
Advertisement
Advertisement
ઓગસ્ટમાં રોયલ એનફિલ્ડ બાઇકનું વેચાણ કેવું રહ્યું?
જો આપણે રોયલ એનફિલ્ડ બાઇકના વેચાણ પર નજર કરીએ તો, તે 350cc કરતા ઓછી પાવરની બાઇક માટે સૌથી વધુ માંગવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં 350cc કરતાં ઓછી પાવર ધરાવતી કુલ 62,236 બાઇક્સનું વેચાણ થયું હતું. ઓગસ્ટ 2021માં આ આંકડો 38,572 યુનિટ હતો. આનાથી કંપનીને આ સેગમેન્ટમાં 61.35 ટકાની જબરદસ્ત વૃદ્ધિ થઇ છે. . છેલ્લા મહિનામાં 350ccથી વધુ પાવર ધરાવતી બાઇકના વેચાણમાં 8.07 ટકાનો વધારો થયો છે. આ સેગમેન્ટમાં કુલ 7,876 યુનિટ્સનું વેચાણ થયું હતું જે એક વર્ષ અગાઉ 7,288 યુનિટ હતું.
રોયલ એનફિલ્ડ બાઇકની ડિમાન્ડ માત્ર સ્થાનિક માર્કેટમાં જ નથી વધી પરંતુ વિદેશમાં પણ તેની ખૂબ માંગ છે. ઓગસ્ટમાં રોયલ એનફિલ્ડના 7,220 યુનિટની નિકાસ કરવામાં આવી છે, જ્યારે ઓગસ્ટ 2021માં તેના 6,790 યુનિટની વિદેશમાં નિકાસ કરવામાં આવી હતી. ગયા વર્ષની સરખામણીમાં આ આંકડો 6.33 ટકા વધુ છે.
Advertisement