Googleની એક પ્યુલર સર્વિસ હંમેશા માટે બંધ થવા જઇ રહી છે. અમે વાત કરી રહ્યા છીએ Google Hangoutsની. જો તમે પણ આ સર્વિસનો ઉપયોગ કર્યો છે, તો આ સમાચાર તમારા માટે છે. ગૂગલે 2020માં Google Chatને રજૂ કર્યુ અને ત્યારથી ધીમે ધીમે પોતાના યૂઝર્સને ગૂગલ હેન્ગઆઉટ્સમાંથી ગૂગલ ચેટ પર શિફ્ટ થવા માટે પ્રેરિત કરી રહી છે. કંપનીનું કહેવુ છે કે ગૂગલ ચેટ સારૂ કનેક્શન અને કોલેબરેશન આપે છે. આ વર્ષની શરૂઆતમાં કંપનીએ ઔપચારિક રીતે જાહેરાત કરી છે તે આ વર્ષના અંતમાં ગૂગલ હેન્ગઆઉટ્સને બંધ કરી દેશે. થોડા સમય બાદ, હેન્ગઆઉટ્સને એંડ્રોઇડ અને આઇઓએસ વર્જને કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. કંપનીએ ગૂગલ ક્રોમ પર ગૂગલ હેન્ગઆઉટ્સના બ્રાઉઝર એક્સટેન્શનને પણ ડિસેબલ કરી દીધુ છે. તમે માત્ર તેની ઓફિશિયલ વેબસાઇટનો ઉપયોગ કરીને હેંગઆઉટ્સ સુધી પહોચી શકો છો પરંતુ આ સુવિધા પણ નવેમ્બરમાં બંધ થવાની છે. આ પહેલા ગૂગલ હેંગઆઉટ્સ યૂઝર્સને Google Takeoutsના માધ્યમથી પોતાની ચેટ હિસ્ટ્રી ડાઉનલોડ કરવાની સલાહ આપી રહ્યુ છે.
Advertisement
Advertisement
કંપનીએ એક સપોર્ટ પેજમાં લખ્યુ છે કે યૂઝર 1 નવેમ્બર, 2022 સુધી વેબ પર હેંગઆઉટ્સનો ઉપયોગ કરી શકશે. જોકે, આ તારીખ પછી, આ તમામ યૂઝર્સને વેબ પર ગૂગલ ચેટ પર ડાયરેક્ટ કરશે. યૂઝર્સને હેંગઆઉટ્સથી ચેટ પર શિફ્ટ કરવા માટે આ રીત અપનાવવી રહી છે. આ સિવાય ગૂગલે કહ્યુ કે હેંગઆઉટ્સ યૂઝર્સ પાસે Google Takeoutના માધ્યમથી પોતાનો તમામ ડેટા ડાઉનલોડ કરવા માટે 1 જાન્યુઆરી, 2023 સુધીનો સમય છે, જે બાદ તે પોતાની તમામ ચેટને ગુમાવી દેશે.
કંપનીએ એક સપોર્ટ પેજમાં લખ્યુ, “વેબ પર હેંગઆઉટ્સનો એક્સેસ 1 નવેમ્બર 2022 સુધી ઉપલબ્ધ હશે, તે બાદ યૂઝર્સે વેબ પર ચેટ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. યૂઝર 1 જાન્યુઆરી 2023 સુધી પોતાનો ડેટા ડાઉનલોડ કરવા માટે Google Takeoutનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે.
Advertisement