ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઈસરો) ના વૈજ્ઞાનિકોએ રવિવારે સવારે 7.12 કલાકે ઈસરોના નેવિગેશન સેટેલાઈટને લઈ જનારા GSLV રોકેટના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ કર્યું હતું. આ કાઉન્ટડાઉન 27.5 કલાકનું હતું. ISRO આ પ્રક્ષેપણ દ્વારા સેકન્ડ જનરેશન નેવિગેશન ઉપગ્રહોની શ્રેણી લોન્ચ કરી રહ્યું છે. તેને સોમવારે સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
Advertisement
Advertisement
ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થાએ 29 મે 2023ના રોજ સવારે 10:42 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી નવા યુગના નેવિગેશન સેટેલાઇટને લોન્ચ કર્યો છે. આ ઉપગ્રહને NVS-01 નામ આપવામાં આવ્યું છે, જેને GSLV-F12 રોકેટ દ્વારા સેટેલાઇટ લોન્ચ પેડ-2 થી લોન્ચ કરવામાં આવ્યો છે.
એનાથી ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ NAVIC ની સાતત્યતા જાળવી રાખવામાં મદદ મળશે. NAVIC જીપીએસની જેમ કામ કરે છે. આ મેક ઇન ઇન્ડિયા નેવિગેશન સેટેલાઇટ 1500 કિલોમીટરની ત્રિજ્યામાં અને તેની આસપાસ ચોક્કસ વાસ્તવિક સમય નેવિગેશનને સુનિશ્ચિત કરે છે. NAVIC સિગ્નલ 20 મીટર સુધીની ત્રિજ્યામાં વપરાશકર્તાની ચોક્કસ સ્થિતિ આપવા માટે રચાયેલ છે.
Advertisement