આજે દુનિયામાં ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર જેવા સોશિયલ મિડિયા માધ્યમોએ લોકોની “પ્રાઈવસી”નો જે હદે ભંગ કર્યો છે તેને જોતા આવનાર ભવિષ્યમાં “ચેટ જીપીટી” જેવા AI માધ્યમો સામે અગાઉથી નિયમો લાદીને એક સુવ્યવસ્થિત એન્વાયરમેન્ટની રચના થાય તે હેતુ સર યુરોપીય સંઘ દ્વારા એક મોટું પગલું ભરાયું છે.
યુરોપિયન સંસદની મુખ્ય સમિતિઓએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પરના કાયદાના ડ્રાફ્ટને સમર્થન આપવા માટે મત આપ્યો હતો અને તેના સુધારાઓ સાથે ChatGPT જેવા જનરેટિવ AIમાં એક ચોક્કસ માપદંડ ગોઠવાય તે જરુરી માન્યું હતું.
નાગરિક સ્વાતંત્ર્ય અને ગ્રાહક સુરક્ષા પરની સમિતિમાં મોટાભાગના યુરોપિયન ધારાશાસ્ત્રીઓ એ એઆઈ એક્ટના ડ્રાફ્ટની તરફેણમાં મત આપ્યો.
વોટ પછી બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, નવો મુસદ્દો સમગ્ર યુરોપમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેના પર નિયંત્રણો દર્શાવે છે જ્યારે એક સાથે નવીનતા (પરિવર્તન)ને મંજૂરી પણ આપે છે.
ડ્રાફ્ટ નિયમો હવે આવતા મહિને સંપૂર્ણ સંસદમાં રજૂ કરાશે, પછીથી EU (યુરોપિયન સંઘ) સભ્ય દેશો અને યુરોપિયન કમિશન સાથે અંતિમ કાયદો બનાવવામાં આવે તે પહેલા વિગતોને અંતિમ સ્વરુપ આપવામાં આવશે.
ChatGPTના ઝડપી વિકાસની સામે AI નિયમો વધુ તાકીદના બની જાય છે – જે અદ્યતન ટેક દ્વારા પ્રદાન કરવામાં આવેલા લાભો અને તકો દર્શાવે છે, પરંતુ તેનું ક્યારેક “ફેક કન્ટેન્ટ” જોખમો પણ દર્શાવે છે.
આ મત પછી ઈટાલીના સહ-રેપોર્ટર બ્રાન્ડો બેનિફેઈએ એક નિવેદનમાં જણાવ્યું કે, અમે એવા સીમાચિહ્નરુપ કાયદાને અમલમાં મૂકવાની આરે છીએ જે સમયના પડકારનો પ્રતિકાર કરે. AIના વિકાસમાં નાગરિકોનો વિશ્વાસ કેળવવો મહત્વપૂર્ણ છે.
અમને વિશ્વાસ છે કે અમારું લખાણ વ્યવસાયોને કાનૂની નિશ્ચિતતા પ્રદાન કરવાની અને યુરોપમાં નવીનતાને ઉત્તેજીત કરવાની જરુરિયાત સાથે મૂળભૂત અધિકારોના રક્ષણને સંતુલિત કરે.
Advertisement