દેશમાં ટ્રાન્સપોર્ટ સુવિધા વધુ આધુનિક રીતે સજ્જ કરવા અને લોકોને ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી શકે તે માટે પૉડ ટેક્સીની શરૃઆત થવા જઇ રહી છે. દેશના ઉત્તર પ્રદેશ રાજ્યના નોઇડાથી આ ટેક્સીની શરૂઆત કરવામાં આવશે અને તેને નોઇડામાં ફિલ્મ સિટીને જેવર એરપોર્ટ સાથે જોડાશે. આ વિશ્વનો સૌથી લાંબો માર્ગ હશે. ઇન્ડિયન પોર્ટ રેલ એન્ડ રોપવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલ મુજબ ૧૪.૬ કિલોમીટર લાંબો ટ્રેક હશે.
Advertisement
Advertisement
ઉત્તર પ્રદેશ ઇન્ડેક્સ, યમુના ઓથોરિટિએ ભારતના પ્રથમ પૉડ ટેક્સી પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ડીપીઆરની પૉડ ટેક્સી ઇન્ડિયન પોર્ટ રેલ અને રોપવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવશે. તેમજ પીપીપી પ્રોજેક્ટની કમિટીએ પણ આ પ્રોજેક્ટનો અભ્યાસ કર્યો છે અને તેની મંજૂરી પહેલા એવું કહેવામાં આવ્યું છે કે, જે દેશોમાં પૉડ ટેક્સીઓ ચાલી રહી છે ત્યાં એક અભ્યાસ કરવામાં આવે છે.
એક અહેવાલ મુજબ આ પૉડ ટેક્સી ચાલવાથી દરરોજ ૩૭ લોકોને સીધો લાભ મળશે. પૉડ ટેક્સી પ્રોજેક્ટ માટે ઉત્તર પ્રદેશ સરકારની મંજૂરી મળ્યા પછી શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ૮૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને ૨૦૨૪ના અંત સુધીમાં તમામ કામ પૂર્ણ કરવોનું લક્ષ્ય છે.
Advertisement