પોતાના સ્માર્ટફોનની બેટરીનું ધ્યાન રાખવુ ઘણુ જરૂરી છે. જો તમે ઇચ્છો તો તમારા ફોનમાં લાંબી બેટરી લાઇફ મળે તો સ્માર્ટફોનની બેટરી (Smartphone Battery)ની હેલ્થ પર ધ્યાન આપવુ જરૂરી છે. શું તમને ખબર છે કે તમારી કેટલીક ટેવને કારણે ડિવાઇસની બેટરી કેટલીક સમસ્યા ઉભી કરી શકે છે. અમે તમને આજે તે ત્રણ ટેવ વિશે જણાવી રહ્યા છીએ જે તમારા સ્માર્ટફોન ચાર્જ કરતા સમયે નજરઅંદાજ કરવી જોઇએ.
Advertisement
Advertisement
મોબાઇલ કવર સાથે ફોન ચાર્જ કરવો
સ્માર્ટફોન યૂઝર્સની સૌથી સામાન્ય ટેવમાંથી એક છે, ફોનને કવરની સાથે જ ચાર્જિંગ પર મુકવુ. જોકે, આમ કરવુ બરાબર નથી અને તેનાથી બે મોટી સમસ્યા ઉભી થઇ શકે છે. પહેલા બેટરીનું ઓવરહીટ થવુ અને કનેક્ટર બ્રેકેજ. જો તમારા મોબાઇલ કવરને બરાબર રીતે ડિઝાઇન કરવામાં નથી આવ્યુ તો ચાર્જિંગ કનેક્ટર તૂટી શકે છે. આ સિવાય કેબલને બળજબરી કનેક્ટરમાં લગાવવાથી પણ તેના તૂટવાનું રિસ્ક રહે છે.
કેટલીક વખત એવુ પણ જોવામાં આવ્યું છે કે કવરની સાથે ફોન ચાર્જ થતા સમયે ગરમ થઇ જાય છે અને તેનાથી ચાર્જિંગ સ્પીડ ઓથી થઇ શકે છે અને બેટરીની લાઇફ પર અસર પડે છે. આ સમસ્યાથી બચવા માંગો છો તો અમારી સલાહ છે કે ફોન ચાર્જિંગ સમયે તેના કવરને હટાવી દો.
દરરોજ ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ
જો તમારા ફોનની સાથે 40W અથવા તેનાથી વધુ ફાસ્ટ ચાર્જર મળે છે તો જરૂરી છે કે દરરોજ તેનો ઉપયોગ ના કરો. આ ટેવથી તમારા સ્માર્ટફોનની બેટરી પ્રથમ વર્ષમાં જ ડિગ્રેડ થઇ જાય છે, જેનાથી બચવા માટે તમે બીજો એક ચાર્જર લઇ શકો છો તો ફાસ્ટ ચાર્જિંગ ઓફર ના કરતા તેને તમે આખી રાત ચાર્જ માટે ઉપયોગ કરી શકો. જ્યારે તમારી બેટરી ચાર્જ કરવાની ઉતાવળ હોય તો તમે ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરો.
ફાસ્ચ ચાર્જરની અસર તમને સામેથી ના જોવા મળે પરંતુ દરરોજ ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરવાથી બેટરી પર ભાર પડે છે અને ઝડપથી તેની લાઇફ ઓછી થાય છે.
બેટરીનું 5 ટકાથી ઓછા ચાર્જિંગ પર રહેવુ
એક અન્ય ટેવ છે જે સ્માર્ટફોનની બેટરીને ઝડપથી નુકસાન પહોચાડે છે. કેટલીક વખત એવુ બને છે કે સ્માર્ટફોનની બેટરી 55 ટકાથી પણ ઓછી રહી જાય છે અને આપણે તે પછી ફોનને ચાર્જ પર મુકીએ છીએ. આ સૌથી ખરાબ ટેવમાંથી એક છે. 10-15 ટકા બેટરી ચાર્જ રહી જતા તેની પર સ્ટ્રેસ પડે છે. જો તમે દરરોજ આ ટેવને રિપીટ કરો છો તો તમારા સ્માર્ટફોનની બેટરી સામાન્ય કરતા વધુ ઝડપથી ડિગ્રેડ થઇ જશે, જેનાથી બચવા માટે જરૂરી છે કે તમારા ફોનને 15-20 ટકા ચાર્જ રહેવા પર જ ચાર્જિંગ પર મુકી દો.
કુલ મળીને કહીએ તો તમારા સ્માર્ટફોનની બેટરીની લાઇફ વધારવા માટે જરૂરી છે કે ચાર્જિંગની ટેવને બદલો. આ ત્રણ ટેવને બદલવાથી તમે તમારા ફોનનું ચાર્જિંગ સુધારી શકો છો. આ સિવાય બેટરીની લાઇફ અને ભવિષ્યમાં થનારી સમસ્યાઓથી બચી શકો છો. યાદ રહે કે બેટરી તમારા ફોનના સૌથી મહત્વના કંપોનન્ટમાંથી એક છે, માટે બેટરીનું ધ્યાન રાખવુ ઘણુ જરૂરી છે.
Advertisement