ક્રિસમસ આવવાનું છે. 25 ડિસેમ્બરે ઇસાઇ ધર્મનો સૌથી મોટો અને મહત્વનો તહેવાર છે. ક્રિસમસને લઇને ભારત સહિત વિશ્વભરના તમામ દેશ ઉત્સાહિત રહે છે. આ વર્ષના અંતે મોટો તહેવાર યોજાય છે, માટે લોકો તેને ધૂમધામથી મનાવવા માંગે છે અને વર્ષને અલવિદા કહે છે.
Advertisement
Advertisement
ક્રિસમસની સૌથી વધુ રાહ બાળકો જોતા હોય છે. ક્રિસમસને લઇને કેટલીક માન્યતા અને કહાની પ્રચલિત છે, જે બાળકોને ઉત્સાહિત કરે છે. ક્રિસમસના પ્રસંગે સ્કૂલ જતા બાળકોની ઠંડીની રજા શરૂ થઇ જાય છે. એવામાં બાળક ક્રિસમસને લઇને ઘણી તૈયારી કરે છે. કેટલાક લોકો ક્રિસમસની રજા હોવાને કારણે ફરવાની યોજના પણ બનાવે છે. એવામાં અમે તમને ફરવા લાયક કેટલાક એવા સ્થળોની માહિતી આપીશુ જ્યા તમે પરિવાર સાથે ફરવા માટે જઇ શકો છો.
નૈનીતાલ
ક્રિસમસના સમયમાં ઠંડીનું વાતાવરણ હોય છે. તમે કોઇ એવી જગ્યાએ જઇ શકો છો જ્યા ઠંડીમાં સુંદર નજારો જોવા મળે. બાળક અને પરિવારના અન્ય સભ્યોને પહાડીઓ વચ્ચે ફરવાની મજા આવે છે. ઉત્તરાખંડમાં નૈનિતાલ ક્રિસમસના પ્રસંગે ફરવા માટે સારી જગ્યા છે. અહી જૂના કોટેજ, નૈની ઝીલ, પહાડ તમને પ્રભાવિત કરશે. દિલ્હીથી માત્ર સાત કલાકની ડ્રાઇવ કરીને આરામથી અહી પહોચી શકાય છે. દિલ્હીથી નૈનિતાલનું અંતર 299 કિલોમીટર છે. નૈનીતાલમાં કેટલાક આકર્ષક કેન્દ્ર છે જેમાં નૈના દેવી મંદિર, નૈની ઝીલ, હનુમાન ગઢી, ટિફિન ટૉપ સામેલ છે.
મનાલી
હિમાચલ પ્રદેશમાં કેટલાક સારા હિલ સ્ટેશન છે. પરિવાર સાથે ક્રિસમસ મનાવવા માટે કોઇ હિલ સ્ટેશન પર જવાનો વિચાર છે તો મનાલીનો પ્રવાસ તમે કરી શકો છો. બાળકોને સ્નોફૉલ પસંદ છે તો મનાલી જ સારો વિકલ્પ છે. ડિસેમ્બરમાં મનાલીમાં બરફવર્ષા થવા લાગે છે. આ હવામાનમાં અહીના ઝાડ પણ બરફથી ઢંકાઇ જાય છે. મનાલીમાં કેટલાક રીતની સ્નો ફોલ એક્ટિવિટી પણ થતી રહે છે. મનાલીની આસપાસ જોવા માટે ઘણી સારી જગ્યાઓ છે. કેટલાક કિલોમીટરના અંતર પર સોલંગ વૈલી, અટલ ટનલ છે.
ઉટી
પરિવાર સાથે રજા મનાવવા અને શાંતિનો સમય વિતાવવા માટે ઉટી જઇ શકો છો. તમિલનાડુની આ સુંદર જગ્યા પર જઇને બાળકો ખુશ થઇ જશે. શહેરમાં બોટેનિકલ ગાર્ડનમાં તમને કેટલાક વેરાયટીના ફૂલ છોડ જોવા મળી શકે છે. અહી ફરવા માટે કેટલીક જગ્યા છે જે બાળકો સાથે મોટાઓને પણ પસંદ પડશે. રોજ ગાર્ડન, એમરાલ્ડ લેક, થ્રેડ ગાર્ડન ફરી શકો છો.
જયપુર
રાજસ્થાન ફરવા માટે ડિસેમ્બરનો મહિનો સારો વિકલ્પ છે. આ મહિનામાં તમે રાજસ્થાનના કેટલાક શહેરમાં ફરી શકો છો. પિંક સિટીના નામથી જાણીતા જયપુર ફરવા જઇ શકો છો. જયપુરમાં શાહી મહેલ અને કિલ્લો મુખ્ય આકર્ષણ છે. બાળકોને મહેલ, કિલ્લા બતાવવાની સાથે હાથીની સવારી કરાવવાનું ના ભૂલતા. હવા મહેલ, આમેરનો કિલ્લો, સિટી પેલેસ, જંતર-મંતર, નાહરગઢનો કિલ્લો ફરવાની સાથે જયપુરની રંગબેરંગી બજારમાં પણ તમે ફરી શકો છો.
Advertisement